તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 22nd July 2024
શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે લેહ-લદાખના હ્નદય રોગના દર્દીને નવજીવન મળ્યું

રાજકોટઃ ૪૫ વર્ષના જસંતાભાઈ મૂળ નેપાળ ના વતની છે. તેઓ વ્યવસાય ની શોધ માં ભારત ના કેન્દ્ર સાશિત પ્રદેશ લેહ-લદ્દાખ ખાતે છેલ્લાં ૩ વર્ષ થી મજૂરી કામ કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે.
જસંતાભાઈ હૃદયની બિમારીથી પીડિત હતા અને તેમની આર્થિક સ્થિતિને કારણે તબીબી સારવાર મેળવી શકતા ન હતા. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ દ્વારા મહાબોધી હોસ્પિટલમાં લેહ લદ્દાખ ખાતે, તા.૨૭ અને ૨૮ મે ૨૦૨૪ ના રોજ ફ્રી હાર્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્દીને ત્યાં તપાસ કર્યા પછી અમદાવાદ ની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના નિષ્ણાતોની ટીમ દ્વારા તેમને દાખલ કરવામાં આવ્યાં અને તપાસ કરવામાં આવી. જસંતાભાઈ ને તપાસ દરમિયાન દાંતની સમસ્યા માટે સારવાર કરવામાં આવી, ત્યારબાદ એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી, પછી સાઈ હોસ્પિટલ અમદાવાદના અગ્રણી કાર્ડિયાક સર્જન દ્વારા તેમની વિનામૂલ્યે સફળ કાર્ડિયાક સર્જરી (AVR પ્રક્રિયા) કરવામાં આવી હતી. જસવંત ભાઈ આજે પૂર્ણતઃ સ્વસ્થ છે.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ, અમદાવાદ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ સાથે વિનામૂલ્યે હાર્ટ સર્જરી અંગે એમ ઓ યુ કરવામાં આવ્યું છે.આ કરાર હેઠળ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના તમામ જરૂરિયાતમંદ બાળકો અને પુખ્ત વયના લોકો માટે રાજકોટ અને અમદાવાદ હાર્ટ હોસ્પિટલોમાં સંપૂર્ણપણે મફત હૃદયની સર્જરી થશે.
‘દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્લાં ૨૪ વર્ષ થી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને બિહારના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે.
ભારતના ૭ રાજ્યો અને ૬૦% થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલે વિનામૂલ્યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે.
(3:07 PM IST)










