<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

જનરલ બોર્ડના પ્રશ્‍નોના સવાલો પુરેપુરા આપોઃ વશરામ સાગઠિયા

ટીઆરપી ગેમઝોન, રોગચાળો તથા આજી નદી સહિતના ઉતરોના જવાબો અધુરા આપવા વિપક્ષના કોર્પોરેટરની મ્‍યુનિ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. રર :.. ગત જનરલ બોર્ડમાં  મળેલ અધિકાર મુજબ પૂછેલા પ્રશ્નોના જવાબો અધૂરા આપ્‍યા છે અને અમુક ખોટા આપ્‍યા  સભ્‍ય તરીકે હોવાના આક્ષેપો સાથે આ જવાબો પુરેપુરા વોર્ડ નં. ૧પ ના કોંગ્રેસના કોર્પોરેટર  વશરામભાઇ સાગઠીયાએ મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ અંગે વશરામ સાગઠીયાએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, મારા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નમાં ટીઆરપી ગેમઝોનને કોર્પોરેશનની મંજૂરી મળેલ હતી કે કેમ જેવી કે ટીવી શાખા ફુડ શાખા અને જગ્‍યા રોકાણ શાખા દ્વારા મંજૂરીઓ આપેલ હતી કે કેમ અને જો ના આપ્‍યું હોય તો આ કાંડમાં કોની જવાબદારી ફિકસ થાય.

આ પ્રશ્નના જવાબમાં બે શાખાઓની જ માહિતી મળી છે તેમાં પણ ફાયર શાખાએ ફાયરનું એનઓસી પાર્ટીએ લીધું નથી એવો જવાબ મળેલ છે અને તેમાં સવાલ એ છે કે જો એનઓસીના લીધું હોય તો છેલ્લા ત્રણ થી ચાર વર્ષ સુધી કેમ અને કોના હિસાબે ચાલ્‍યું તેમાં કોની કોની જવાબદારી ફીકસ થાય છે.

ર૦ર૩ ના નવમા મહિનામાં આજ ગેમઝોનમાં આગ લાગી ત્‍યારે કોર્પોરેશનના કેટલા ટેન્‍કરો કેટલા ફાયરમેનનો અને કેટલા ડ્રાઇવરો અને કેટલું પાણી વપરાયેલું તેની માહિતી આપી છે જો આમાં આ ઉપરાંત ટીપી શાખા અને રોકાણ શાખાની માહિતી આપેલ નથી તો કયાં કારણોસર આપી નથી અને તેમાં શુ ટીપી શાખા અને જગ્‍યા રોકાણ શાખાને જવાબદારી નહોતી ત્‍થા અન્‍ય પ્રશ્નમાં આજી નદી, ગેમઝોનના ઉતરો પુરા આપવા માંગ કરવામાં આવી છે.

(4:08 PM IST)