<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

રાજકોટ જીલ્લાનો ફોફળ ડેમ હાઉસફુલઃ ઓવરફલો મોજ ડેમ ૯૪ ટકા ભરાયોઃ ત્રણ ડેમના દરવાજા ખોલ્‍યા

રાજકોટ તા. ૨૨: રાજકોટ જિલ્લાના ત્રણ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ મોજ ડેમમાં ૦.૯૨ ફૂટ, ન્‍યારી-૨ ડેમમાં ૦.૨૩ ફૂટ અને ફાડદંગ બેટી ડેમમાં ૩.૧૨ ફૂટ નવા નીર આવ્‍યા છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્‍યાર સુધીમાં આવેલા નીરના કારણે મોજ ડેમ ૯૪.૧૨ ટકા, ફોફળ ડેમ ૧૦૦ ટકા, ન્‍યારી-૨ ડેમ ૮૫.૦૯ ટકા અને ફાળદંગબેટી ડેમ ૬.૦૩ ટકા ભરાયો છે.

હાલ વેણુ-૨ ડેમના ત્રણ દરવાજા ૦.૩ મીટર, ફોફળ ૦.૫ મીટર ઓવર ફલો, આજી - ૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો બે દરવાજા ૦.૨૨ મીટર ખુલ્લા છે.

(4:37 PM IST)