<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

રસોઇ મામલે પતિ સાથે ઝઘડો થતાં ૭ મહિના પહેલા એસિડ પી લેનારા ગીતાબેને દમ તોડયો

કોઠારીયા સોલવન્‍ટની પરિણીતાના મોતથી બે સંતાન મા વિહોણા થયા

રાજકોટ તા. ૨૪: કોઠારીયા સોલવન્‍ટ શિતળાધાર ૨૫ વારીયામાં રહેતી ગીતાબેન બબલુભાઇ પાલ (ઉ.વ.૩૧) નામની પરિણીતાએ સાત મહિના પહેલા એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધા બાદ રજા લઇ ઘરે લઇ જવાયા બાદ ફરી તબિયત બગડતાં અહિ દાખલ કરાયા હતાં. રાતે તેણીને દમ તોડી દેતાં પવિરામાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. ગીતાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ બાંધકામની સાઇટ પર વેલ્‍ડીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. આ પરિવાર મુળ યુપીનો વતની છે. સાત મહિના પહેલા ગીતાબેનને પતિ સાથે રસોઇ બનાવવા મામલે ચડભડ થતાં માઠુ લાગી જતાં એસિડ પી લીધું હતું. હવે દમ તોડી દેતાં બે સંતાન મા વિહોણા થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

(12:01 PM IST)