<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

૨૬ વર્ષિય મેઘાબેન મકવાણા અગાસીએ કપડા સુકવવા ગયા બાદ ઢળી પડતાં મોત

હાર્ટએટેકથી વધુ બે લોકોના મૃત્‍યુઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: હાર્ટએટેકથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. મોટા મવામાં રહેતી છવ્‍વીસ વર્ષિય પરિણીતા અગાસીએ કપડા સુકવવા ગયા બાદ ઢળી પડતાં મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. બીજા બનાવમાં એક વૃધ્‍ધનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોટા મવાની કૃષ્‍ણ અમર સોસાયટીના પ્‍લોટ નં. ૨૬માં રહેતી મેઘાબેન અભયભાઇ મકવાણા (ઉ.વ.૨૬) બપોરે અગાસી પર કપડા સુકવવા ગયા બાદ મોડે સુધી નીચે ન આવતાં પતિ તપાસ કરવા જતાં તેણી અગાસીએ બેભાન મળતાં તુરત જ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવામાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

મેઘાબેનના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. માવતર ભાણવડ રહે છે. પતિ અગાઉ ટીઆરબીમાં હતાં. હાલ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાની તૈયારી કરે છે. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું જાહેર થયું હતું.

(10:39 AM IST)