<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ધર્મેન્‍દ્ર રોડ પર વૃધ્‍ધા શકીનાબેનના મોઢા પાસે તસ્‍કરણીએ ઓઢણું ઝાટકી બેધ્‍યાન કરી સોનાના દાગીના ઉતારી લીધા!

પહેલા ડ્રેસવાલાનું સરનામુ પુછ્‍યું, પછી કહ્યું-તમે મારા મમ્‍મી જેવા છો, આ બોક્‍સ પકડો કહી હાથમાં બોક્‍સ મુકી દીધું : બે મહિલાએ વૃધ્‍ધાને બાલાજી સેન્‍ડવીચ નજીક મનહર નામની દૂકાનેથી નીકળ્‍યા પછી ‘શિકાર' બનાવ્‍યાઃ થોડે દૂર ઓટલા પર બેસાડયા ત્‍યાં ત્રીજી મહિલાએ ‘હાલો હાલો મને બહુ ભુખ લાગી છે' કહ્યું અને બંને મહિલાને લઇને જતી રહીઃ ૧.૩૭ લાખના દાગીના ગયાઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી

ધર્મેન્‍દ્ર રોડ પર ત્રણ તસ્‍કરણીએ વૃધ્‍ધાને બેધ્‍યાન કરી તેના હાથ-ગળામાંથી સોનાના દાગીના ઉતારી લીધા હતાં. તસ્‍વીરમાં રાઉન્‍ડ કર્યા છે તે ત્રણેય શકમંદ તસ્‍કરણીઓ છે અને રાઉન્‍ડ નથી કર્યુ તે ભોગ બનનાર વૃધ્‍ધા શકીનાબેન બેલીમ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તસ્‍કરણીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે

રાજકોટ તા. ૨૬: શહેરમાં તસ્‍કરોની સાથે હવે તસ્‍કરણીઓ પણ મેદાને આવી ગઇ છે. શહેરની મુખ્‍ય બજારોમાં પર્સ, મોબાઇલ, ચેઇન સહિતના દાગીના ચોરાઇ જવાની ઘટનાઓ અગાઉ બની ચુકી છે. દરમિયાન એક બનાવમાં નિલકંઠ પાર્કમાંથી ધર્મેન્‍દ્ર રોડ પર ખરીદી કરવા આવેલા વૃધ્‍ધાને બે તસ્‍કરણી ભેટી ગઇ હતી. આ બંનેએ એક દૂકાનનું એડ્રેસ પુછ્‍યા બાદ એક મહિલાએ ‘તમે મારા મમ્‍મી જેવા છો, આ બોક્‍સ પકડો'તો' તેમ કહી વૃધ્‍ધાના હાથમાં બોક્‍સ મુકી દીધુ હતું. બાદમાં તેમના મોઢા તરફ લીલા કલર જેવુ ઓઢણું ઝાટકતાં દેતાં તેઓ બેધ્‍યાન થઇ જતાં તેમના હાથમાંથી સોનાના પાટલા અને ગળામાંથી સોનાની માળા મળી રૂપિયા ૧,૩૭,૫૦૦ના દાગીના ઉતારી આ તસ્‍કરણીઓ ગૂમ થઇ ગઇ હતી.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક શેરી નં. ૪ રામેશ્વર બેકરીની બાજુમાં નિગાહે કરમ ખાતે રહેતાં શકીનાબેન મહેમુદભાઇ બેલીમ (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી અજાણી મહિલાઓ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૦૩ (૨) મુજબ ગુનો નોંધ્‍યો છે. શકીનાબેન બેલીમે જણાવ્‍યું છે કે હુંપરિવાર સાથે રહુ છું, ગુરૂવારે સવારે સાડા દસેક વાગ્‍યે રિક્ષામાં બેસી ખરીદી કરવા માટે ધર્મેન્‍દ્ર રોડ પર ગઇ હતી. ત્‍યાં બાલાજી સેન્‍ડવીચ નામની દૂકાન પાસે અગિયારેક વાગ્‍યે પહોંચી હતી. એ પછી નજીકમાં આવેલી મનહર સ્‍ટોર નામની દૂકાનેથી ખરીદી કરી હતી. ત્‍યાંથી બહાર નીકળી ત્‍યારે બે અજાણીસ્ત્રી મારી પાસે આવી હતી અને ડ્રેસવાલા ક્‍યાં આવે? તેમ પુછતાં મેં અહિથી થોડે આગળ જ છે તેમ કહેતાં એકસ્ત્રીએ તમે મારા મમ્‍મી જેવા જ છો, આ બોક્‍સ સાચવો ને તેમ કહેતાં મેં ના પાડી હતી, આમ છતાં તેણે હાથમાં બોક્‍સ મુકી દીધુ હતું. એ પછી મેં તરત તેને બોક્‍સ આપી દીધુ હતું.

આ વખતે અજાણી મહિલાએ મારા માથા મોઢા પાસે ઓઢણી ઝાટકતાં હું ભાન ભુલી ગઇ હતી. ત્‍યારબાદ બીજીસ્ત્રી કહેવા લાગી હતી કે મને ભુખ લાગી છે, ચાલો આગળ તેમ કહી મને હાથ પકડી થોડે દુર લઇ ગઇ હતી. એ પછી હું એક દૂકાનના ઓટલા પર બેસાડી દીધી હતી. આ વખતે ત્રીજી એકસ્ત્રી આવી હતી અને ‘હાલો મને બહુ ભુખ લાગી છે' તેમ કહેતાં બંનેસ્ત્રી આ મહિલાની સાથે મળી નીકળી ગઇ હતી ત્‍યારબાદ અચાનક મારુ ધ્‍યાન મારા હાથ પર પડતાં તેમાંથી સોનાના બે પાટલા આશરે ૪૦ ગ્રામના જેની કિમત ૧ લાખ થાય છે તે તથા ગળામાં પહેરેલી સોનાની માળા ૧૫ ગ્રામની જેની કિમત ૩૭૫૦૦ થાય છે તે જોવા મળ્‍યા નહોતાં. કુલ ૧,૩૭,૫૦૦ના પંચાવન ગ્રામના દાગીના આ અજાણીસ્ત્રીઓ મારી સાથે વાત કરવાના બહાને ધ્‍યાન ભંગ કરી ઉતારી ચોરી કરી ભાગી ગયાનું જણાયું હતું.

હું ચાલીને બાપુના બાવલા સુધી એ મહિલાઓને શોધતી શોધતી પહોંચી હતી. પણ ક્‍યાંય જોવા મળી નહોતી. બાદમાં રિક્ષા કરી કોઠારીયા રોડ સિલ્‍વર બેકરી પાસે મારા પતિ હોઇ ત્‍યાં જઇ વાત કરી હતી. એ પછી મારા દિકરા મહમદઆરીફને જાણ કરતાં તે આવી ગયા હતાં. ત્‍યારબાદ અમે પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં શકીનાબેને કહ્યું હતું. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્‍સ. એલ. જે. જતાપરાએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ એમ. ડી. ડાંગીએ હાથ ધરી છે. આ ઘટનામાં શંકાસ્‍પદ તસ્‍કરણીઓ સીસીટીવીમાં જોવા મળી હોઇ તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:05 AM IST)