<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

કાલે બાજપેયી હોલ ખાતે લોકડાયરોઃ આવક સંત વેલનાથધામ કન્‍યા છાત્રાલયના નિર્માણ માટે અપાશે

ત્રિવેણી સંગમ ખુશી પર્વ નિમિતે જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા

રાજકોટઃ સંતશ્રી વેલનાથ કોમ્‍યુનિટી હોલ રા.મ્‍યુ.કોર્પો માન્‍ય નામાકરણ થયુ પ્રથમ વર્ષની ઉજવણી તેમજ સંતશ્રી વેલનાથ જયંતિ રાજકોટની શોભાયાત્રાના આયોજનના રપ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે તેમજ સંત વેલનાથધામ કન્‍યા છાત્રાલય રથ સૌરાષ્‍ટ્રના ગામડે ગામડે પરિવહન નિમિતે વધામણા થઇ રહયા છે. ત્‍યારે આવા ત્રિવેણી સંગમના ખુશીના પર્વે ગુજરાત રાજય સંગીત નાટક એકેડમી અને જય વેલનાથ જય માંધાતા સમિતિના ઉપક્રમે સાંસ્‍કળતિક લોકડાયરાનું તા.૨૭ શનિવારે સાંજે ૭.૩૦ થી રાત્રે ૧૨.૩૦ વાગ્‍યા સુધી અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ હોલ, સેટેલાઈટ ચોક, રાજકોટ ખાતે આયોજન રાખેલ છે.

આ સાંસ્‍કળતિક લોકડાયરામાં કલાકાર લોકગાયીકા સોનલબેન ઠાકોર, હાસ્‍ય કલાકાર બટુકભાઈ ઠાકોર, ભજનીક કલાકાર લખનભાઈ ઠાકોર, ભજનીક રાજુભાઈ સાકરીયા, લોકગાયીકા અલ્‍કાબેન ઠાકોર દેશભકિત ગીત, શૌર્ય ગીત, લોકગીત, લોકસાહિત્‍ય, ભજન, સંતવાણી, હાસ્‍યરસ, આપણી ભાતીગળ સાંસ્‍કળતિક પરંપરા મુજબ આ કલાકારો જમાવટ કરશે.

આ લોકડાયરા દરમિયાન એકત્રિત થયેલ રકમ કન્‍યા છાત્રાલયના લાભાર્થે આપવામાં આવશે. તેમ ગુજરાત રાજય સંગીત નાટક એકેડમી ગાંધીનગર અને જય વેલનાથ જય માંધાતા સમિતિ રાજકોટની સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે. વધુ માહીતી માટે મો.૯૦૩૩૫ ૧૮૯૦૯ ઉપર સંપર્ક કરી શકાય છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(1:56 PM IST)