<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ગીત સંગીત, નૃત્ય, રમતો દ્વારા જયા પાર્વતીના જાગરણની ઉજવણી

રાજકોટઃ સરગમ કલબ અને સંસ્‍કાર ભારતીના સંયુક્‍ત ઉપક્રમે જાણીતા લોક ગાયક શાંતિલાલભાઈ રાણીંગા અને ડૉ. ભારતીબેન હિરાણીનું ગુરુ પૂજન અને જયા પાર્વતીના જાગરણ સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો. કુમારિકાઓ અને માતા પિતાઓએ અને આખી રાત ગીત, સંગીત, નળત્‍ય, રમતો દ્વારા જાગરણની ઉજવણી કરી હતી.

જાગરણની પરિકલ્‍પના નાટયકાર અને સંસ્‍કાર ભારતીના ગુજરાત પ્રાંત મંત્રી મનીષભાઈ પારેખની હતી. રાજકોટ પશ્‍ચિમના ધારાસભ્‍ય ડૉ. દર્શિતાબેન શાહે દીપ પ્રાગટયથી  ઉદઘાટન કર્યુ હતું. સંસ્‍કાર ભારતી ગુજરાત પ્રાંતના સહ મહામંત્રી પંકજભાઇ ઝાલાએ સંસ્‍થા વિશેની માહિતી આપી હતી અને જો પરિવારમાં આપણી સંસ્‍કળતિ અને સંસ્‍કારો જાળવી રાખવા હશે તો આ પ્રકારના કાર્યક્રમો કરવા પડશે એ બાબત પર ભાર મૂકયો હતો. સૌરાષ્‍ટ્ર પ્રાંત મહિલા સમન્‍વય સમિતિના સંયોજિકા કાંતાબેન કથીરિયાએ પણ કુમારીકાઓ, ભગિની અને માતાઓ જ પરિવાર અને સમાજમાં સાચા સંસ્‍કારોનું સિંચન કરી શકશે તેમ જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કલાગુરૂ આકાશવાણીના નિવળત્ત સંગીતકાર અને છેલ્લા ૧૫ વર્ષથી શાળા કોલેજમાં જઈ અને મેઘાણી કથા રજૂ કરતા લોકગાયક શાંતિલાલભાઈ રાણીંગા તથા અર્જુનલાલ હીરાણી કોલેજ ઓફ પરર્ફોમિંગ આર્ટ્‍સના ડીન, ડૉ.ભારતીબેન હીરાણીનું કંકુ ચોખાથી તિલક, સાકરનો પડો, શ્રીફળ, અને સ્‍મળતિ ભેટ આપીને પૂજન કરવામાં આવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે આ કલા ગુરુઓને સ્‍ટેજ પર બોલાવવામાં આવ્‍યા ત્‍યાં સુધી તેમનું સન્‍માન થવાનું હોવાની આગોતરી જાણ નહીં કરીને સરપ્રાઈઝ આપવામાં આવી હતી.આ પ્રસંગે ભાવુક થયેલા શાંતિભાઈએ પોતાના આ સન્‍માનને અવિસ્‍મરણીય ગણાવ્‍યું હતું.

  વહેલી સવાર સુધી ચાલેલા આ  કાર્યક્રમમાં વિભા દવે, મિહિર સેવક વર્ણા સેવક, ડૉ. તર્જની હીરાણી, ડૉ.જય સેવક,ડૉ.કુમાર પંડ્‍યા, આદિલ મીરે વર્ષાગીતો તથા સુગમ ગીતો રજૂ કર્યા હતા. બાળ કલાકાર જીતાર્થ જોષીએ લુચ્‍ચો વરસાદ એકપાત્રીય અભિનય રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા. શીતલ ભાડેશીયાએ સ્‍વરચીત કવિતાનું કાવ્‍યપઠન કર્યું હતું. તો નિરાલી દવે, નટવરી નળત્‍યમાલાના કલાકારો, સંગીત નળત્‍ય નાટક અકાદમીના કલાકારો તથા હિરાણી કોલેજના કલાકારોએ કથ્‍થક નળત્‍ય દ્વારા લોકોના મન મોહી લીધા હતા. કાર્યક્રમના અંતમાં કલાકારો અને પ્રેક્ષકો ગુજરાતીની આગવી ઓળખ સમા પ્રાચીન ગીતો પર ગરબા રમ્‍યા હતા.

ભુઅલંકરણ સમિતિના ધરાબેન ખંભાયતા અને હેમાક્ષીબેને રંગોળી તૈયાર કરી હતી. ૮૯.૬ રેડિયો રાજકોટના રેડિયો જોકી પ્રિયંક ભટ્ટે વિવિધ રમતો રમાડી અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આરજે દેવયાની અને આરજે ચાંદનીએ પણ અવનવી રમતો વડે પ્રેક્ષકોને જકડી રાખ્‍યા હતા. દર્શનભાઈ દાસાણીની ટી પોસ્‍ટની ટીમ દ્વારા કલાકારો અને પ્રેક્ષકોને વિનામૂલ્‍ય ચા કોફી તો ઉદ્યોગપતિ કલ્‍પેશભાઈ શાહ દ્વારા ફળાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. 

સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સરગમ ક્‍લબ ના ગુણુભાઈ ડેલાવાળા, સંસ્‍કાર ભારતી રાજકોટના અધ્‍યક્ષ ડો.જુલીબેન અનડકટ, મહામંત્રી શિવભાઈ ત્રિવેદી, કોષાધ્‍યક્ષ કલ્‍પેશભાઈ શાહ, સરગમ ક્‍લબના વિવેકભાઈ પંડ્‍યા, રાવલભાઈ તથા રેડિયો રાજકોટના સ્‍ટેશન હેડ સંજયભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

(2:21 PM IST)