<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

આયા સાવન ઝુમકે...શનિવારે રફી સાહેબના ગીતોનો કાર્યક્રમ

ગાયકો, સંતોષ કાપરે, જવાલા રોય, જયેશ પનારા, સુબ્રાસીંઘ, મમતા ઘોડાસરા ગીતો પિરસશે

રાજકોટઃ પાર્શ્વ ગાયક મહમ્‍મદ રફી હિન્‍દી ફિલ્‍મોના સર્વાધિક લોકપ્રિય અને બધા સંગીતકારોના પસંદગીના ગાયક રહયા હતા આજે તેમના અવશાન પછી ૪૪ વર્ષ પણ તેમની ચાહના,જળવાઈ રહી છે, બલ્‍કે ચાહકોની સંખ્‍યા વધતી રહી છે. ઉભરતા યુવા ગાયકોની સંખ્‍યામાં મહમ્‍મદ રફી સાહેબના ગીતોગાવા વાળા ગાયકો ની સંખ્‍યા વધતી રહી છે.

રાજકોટની સુવિખ્‍યાત સંસ્‍થા મહમ્‍મદ ૨ફી ફેન કલબ નો આગામી કાર્યક્રમ ‘‘આયા સાવન ઝુમકે'' આગામી તા. ૨૭ ને શનિવાર રાત્રીના ૯ કલાકે હેમુ ગઢવી (મીની) હોલ ખાતે યોજાશે. છેલ્લા અનેક વર્ષોથી મહમ્‍મદ રફી સાહેબ ના જન્‍મદિવસ અને પુણ્‍યતિથી નિમીતે વર્ષ માં બે વખત જ કાર્યક્રમ યોજે છે જેમાં માત્ર મહમ્‍મદ રફી ફેન ક્‍લબ માત્ર મહમ્‍મદ રફીના ગીતો ના કાર્યક્રમો યોજે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

સંસ્‍થાના સંસ્‍થાપક જીતેન્‍દ્રભાઈ ભટ્ટ (મો.૯૮૨૪૫ ૭૨૪૭૨)ના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં - મોહમ્‍મદ રફીના અનોખા અંદાઝ ના ગાયકો ને મંચ ઉપરથી રજુ કરવામાં આવે છે. કલાકાર સંતોષ કાપરે મુંબઈ, જવાલા રોય કલકતા, જયેશ પનારા રાજકોટ, ગાયિકાઓ સુબ્રાસીંઘ દીલ્‍હી, મમતા ઘોડાસરા રાજકોટ, રફિયન ગીતો રજુ કરશે.

કાર્યક્રમનું સંચાલન યતિન પંડ્‍યા-જામનગર ક૨શે. ઓ૨કેસ્‍ટ્રામાં રાજકોટ ના કીબોર્ડ વિઝાર્ડ ઈમ્‍તીયાઝ સૈયદ સેક્ષોફોન પઠાણ, પેડ દર્પન, તબલા દિલીપ ત્રિવેદી, કોન્‍ગો/ઢોલક દીપક જોષી, ડ્રમ વ્‍યંકટેશ રામન પર્કયુંસંસ પ્રકાશ વાગડિયા સંગત સંગાથ પૂરો પાડશે. કાર્યક્રમનું સાઉન્‍ડ સંચાલન શંકર સાઉન્‍ડ દ્રારા  જ્‍યારે વિડીયો ગ્રાફી ચેતન પોપટ શ્રી સદગુરૂ વિડીયો વિઝન દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે સંગીતજ્ઞ શ્રી મનસુખભાઈ વેકરીયા, દુર્લભજીભાઈ પરમાર (અંબિકા ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી ભરતભાઈ વાંસજાળિયા (જય દ્વારકાધીશ કોટન) મહેમાન પદે સર્વ શ્રી અલ્‍પેશભાઈ વેકરીયા, ભરતભાઈ સાવાકીયા નીલેશભાઈ ભોજાણી(અર્કીટેક), વિજયભાઈ માલવિયા(સી.એ.), સંગીતજ્ઞ મધુસુદન ભટ્ટ અને હાર્દિકભાઈ લુણાગરીયા, શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, જય શાહ, રાજુભાઇ કાનાબાર, ચેતનભાઈ ભોજાણી, વિકકીભાઈ પટેલ, હિતેશભાઈ રૈયાણી ઉપસ્‍થિત રહેશે.

(2:29 PM IST)