<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

દેશને વિકાસની નવી ઉંચાઇ પર લઇ જનારૂ સમૃધ્‍ધ બજેટ : રમેશ ટીલાળા

રાજકોટ તા. ૨૬ : નરેન્‍દ્રભાઇ મોદીના અધ્‍યક્ષસ્‍થાને નિર્મળા સીતારમણજી દ્વારા રજુ કરાયેલ કેન્‍દ્રિય બજેટ  દેશને નવી ઉંચાઇ આપનારૂ અને મહિલાઓને વધુ સક્ષમ બનાવનારૂ ગામડા-ગરીબ અને ખેડુતોને સમર્પિત છે. તેમ ધારાસભ્‍ય રમેશ ટીલાળાએ બજેટ અંગેનો પ્રતિભાવ રજુ કરતા એક યાદીમાં જણાવ્‍યુ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે દેશમાં સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમને વધુ પ્રોત્‍સાહન આપવા સરકાર  દ્વારા ઉદ્યોગોને માટે એક મોટો નિર્ણય લેવાયો છે. મધ્‍યમવર્ગને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનો આવનારા દિવસોમાં વધુ લાભ મળશે. કેન્‍સરના દર્દીઓ માટેની દવાઓને કસ્‍ટમમાંથી મુકિત આપી છે. ૧૦૦ શહેરોમાં રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક પાર્કને પ્રોત્‍સાહનનો નિર્ણય પણ સરાહનીય છે.

રોજગાર માટે ૩ મોટી યોજના, વિદ્યાર્થીઓને રૂ.૭.૫ લાખની સ્‍કીલ મોર્ડન લોન સહીતન નિર્ણયો જોતા બજેટ દેશને વિકાસની દિશામાં લઇ જનારૂ પુરવાર થશે. તેમ અંતમાં રમેશભાઇ ટીલાળાએ જણાવ્‍યુ છે.

(2:32 PM IST)