તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 26th July 2024
રોઝરી શાળા-શેર વિથ સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે પોલીસ સ્ટેશનની મુલાકાત

રોઝરી શાળા-શેર વિથ સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા ધો.૯ના વિદ્યાર્થીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈ જવાયા હતા. મુલાકાતનો હેતુ પોલીસ સ્ટેશનની કાર્યપ્રણાલી અને પોલીસ અધિકારીઓના કાર્યો વિષે વિદ્યાર્થીઓને જાગૃતતા આવે સરકારના કાર્યોથી પરિચિત થાય. શેર વિથ સ્માઈલ ફાઉન્ડેશનના કપિલભાઈ પંડ્યા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કર્મચારી કિંજલબેન ચૌહાણ દ્વારા ગાંધીગ્રામ પોલીસ ચોકીના દરેક વિભાર્ગં અને તેના કાર્યોથી પરિચય કરાવવામાં આવ્યો હતો.ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી અકબરીᅠઅનેᅠએન.વી હરીયાણીએ પોલીસ સ્ટેશન કઈ રીતે કાર્યરત છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.
(2:38 PM IST)










