<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

દશામાંના વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાઓથી સાવધાન રહેજો : વિજ્ઞાન જાથાની અપીલ

ઉત્‍સવ શ્રધ્‍ધાપૂર્વક અચુક મનાવો, પણ અંધશ્રધ્‍ધા નહીં ચલાવી લેવાય : ધૂણીને છેતરપીંડી કરનારાઓ સામે કાર્યવાહી કરાશે : વ્રતની પુર્ણાહુતિએ મૂર્તિ અને સામગ્રીઓ પીવાના પાણીમાં વિસર્જીત ન કરવા વિવેકપૂર્ણ વિનંતી

રાજકોટ તા. ૨૬ : આગામી તા. ૫ થી ૧૫ મી સુધી એટલે કે શ્રાવણ માસની એકમથી દસ દિવસ સુધી દેશભરમાં આરાધ્‍ય દેવી દશામાંના વ્રતની ઉજવણી થશે. દશામાંના વ્રતનું ગૌરવ, ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ-વિધાન થાય, શ્રધ્‍ધાપૂર્વક ઉજવણી થાય તેનો કદી વાંધો ન હોય શકે, માતાજી પ્રેત્‍યે સૌને આદર જ હોય પરંતુ માતાજીના નામે લેભાગુઓ, ભુવા ભારાડીઓ, ભૂઇમા, તકસાધીઓ દ્વારા ધૂણીને કે અન્‍ય યુક્‍તિ-પ્રયુક્‍તિઓ કરી છેતરપીંડી કરવામાં આવે તેની સામે ભારત જન વિજ્ઞાન જાથાનો પૂર્ણરૂપે વિરોધ છે. આ રીતે ધૂણીને છેતરપીંડી કરનારાઓ સામે કાનુની કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ચેતવણી ઉચ્‍ચારી છે. સાથો સાથ વ્રતની પુર્ણાહુતિએ મૂર્તિઓ કે પૂજન સામગ્રી પીવાના પાણીના જળષાોતોમાં વિસર્જીત નહીં કરવા નમ્રતા પૂર્વક સુચના જારી કરી છે. કંકુના પગલા, મૂર્તિ-સાંઢણીનું દુધ પાણી પીવુ, જમીનમાંથી એકાએક મૂર્તિ નીકળવી, ફળ શાકભાજીમાં દેવી દેવતાના દર્શન થવા આ બધા અવનવા ગતકડા જ હોય છે. લોકોએ ખોટા ચમત્‍કારોથી પ્રભાવિત ન થવા અને આવુ કાંઇપણ જણાય તો જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જાણ કરવા જણાવાયુ છે. જાથાના સદસ્‍યો નાથાભાઇ પીપળીયા, પ્રમોદભાઇ પંડયા, દિનેશભાઇ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, વિનોદભાઇ વામજા, રાજુભાઇ યાદવ, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા અને શાખાના કાર્યકરો સંકલન કરી અંધશ્રધ્‍ધા સામે લોકજાગૃતિનું કાર્ય કરશે. તેમ જાથાની યાદીમાં જણાવાયુ છે.

(2:48 PM IST)