<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

નવી જેલ માટે ૬પ એકર જમીન આપવા સરકારની મંજૂરી

ન્‍યારા પાસે સર્વે નં. ર૦૦ પૈકીની ૬પ એકર જમીન અંગે રાજકોટ કલેકટર પ્રભવ જોષીએ દરખાસ્‍ત કરી હતી : હાલ જમીનની અંદર પાણીની પાઇપ લાઇન હોય તે અંગે યોગ્‍ય કાર્યવાહી બાદ કલેકટર દ્વારા જેલ ખાતાને જમીન સોંપાશે : જેલ ખાતુ કરોડોના ખર્ચે જેલ બનાવશેઃ તમામ દબાણો મામલતદારે દૂર કરાવી નાંખ્‍યા

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ જીલ્લા કલેકટર જીલ્લામાં જેલ ખાતાને અદ્યતન-મહત્‍વની એક સુવિધા આપવા કલેકટર કચેરીના ટોચના અધિકારી સુત્રોમાંથી આજે જાણવા મળ્‍યું હતું.

વિશ્વાસપાત્ર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ થોડા મહીના પહેલા જેલ ખાતાએ રાજકોટ આસપાસ કરોડોના ખર્ચે નવી અદ્યતન જેલ બનાવવા રાજકોટ કલેકટર પાસે જમીન માંગી હતી, ત્‍યારબાદ કલેકટરની સુચનાથી આવી વિશાળ જમીન અંગે શોધખોળ બાદ પડધરી મામલતદારે રૂડાની ત્રીજયામાં ગણાતા ન્‍યારા ગામની સીમ પાસેની સરકારી ખરાબો સર્વે નં. ર૦૦ પૈકીની જમીન જેલ ખાતાના અધિકારીઓને દેખાડી હતી, આ જમીન જોયા બાદ જેલના અધિકારીઓએ પસંદગી કરતા પડધરી મામલતદારે આ જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો દુર કરાવી, જમીન કલીયર કરી રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીને દરખાસ્‍ત મોકલી હતી, કલેકટકરશ્રીએ સમગ્ર ફાઇલ ચકાસી, જમીનનું નિરીક્ષણ તપાસ કર્યા બાદ જેલ ખાતાને નવી અદ્યતન જમીન આપવા અંગે સરકારમાં ર થી ૩ મહિના પહેલા દરખાસ્‍ત કરી હતી.

સરકારમાં આ દરખાસ્‍ત ગયા બાદ આખરે ગયા અઠવાડીયે સરકારમાંથી રાજકોટની ભાગોળે નવી ૬પ એકર જમીન આપવા અંગે રાજકોટ કલેકટરશ્રી દરખાસ્‍તને મંજૂરી આપી દિધી છે, અને તેનો લેટર કલેકટર ઉપર મોકલાવી દિધો છે.

અધિકારી સુત્રોના કહેવા મુજબ સરકારની નવી જેલ બનાવવા ૬પ એકર જેટલી જમીન આપવા અંગે મંજૂરી મળી ગઇ છે, પરંતુ આ જમીનની અંદર કોર્પોરેશન કે પાણી પુરવઠાની પાઇપ લાઇન હોય તે હટાવવા કે અન્‍ય બાબતે કાર્યવાહી કર્યા બાદ જ રાજકોટ કલેકટર દ્વારા જેલ તંત્રને જમીનની સોંપણી કરાશે, અને ત્‍યારબાદ કરોડોના ખર્ચે ન્‍યારા ગામની સરકારી જમીન સર્વે નં. ર૦૦ પૈકીની જમીન ઉપર અદ્યતન જેલ ઉભી કરાશે, અત્રે નોંધનીય છે કે હાલની જેલમાં કાચા-પાકા કામના કેદીઓ સહિત જેલ હાઉસફુલ છે, આથી નવી અદ્યતન જેલ બનાવવા માટે કલેકટર પાસે જમીન મંગાઇ હતી.

(3:02 PM IST)