<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

માધાપર ચોકડીએ હજુ હજારો વાહન ચાલકો હેરાન-પરેશાનઃ એક તરફનો સર્વીસ રોડ હજુ બંધ

કલેકટરે નાણા ચૂકવી કબજો લઇ લીધો અને માર્ગ-મકાનને સોંપી દીધો પરંતુ સ્‍થિતિ જેમની તેમ.. : ૧લી ઓગષ્‍ટે ચાલુ થવાનો હતોઃ પરંતુ હજુ કામના કોઇ ઠેકાણા નથી

રાજકોટઃ સરકારી તંત્રે માધાપર ચોકડીએ અદ્યતન પૂલ બનાવ્‍યો પરંતુ રાજકોટથી જતા ડાબી સાઇડનો સર્વીસ રોડ હજુ બંધ હોય, અને કયારે ચાલુ થશે તેનું કોઇ ઠેકાણું ન હોય, રોજેરોજ હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે, રાજકોટથી જતા હજારો વાહન ચાલકોને ફરજીયાત રોંગ સાઇડના સર્વીસ રોડ ઉપર જવું પડે છે, અથવા તો આખો પૂલ ચડી-પુલ ઉતરી, યુ-ટર્ન મારી લાંબુ અંતર કાપવું પડે છે, માધાપર ચોકડીથી ૧પ૦ ફુટ રીંગ રોડ કે મોરબી રોડ તરફ જવા માંગતા હજારો વાહન ચાલકો પરેશાન છે, ટ્રાફીકની ભારે સમસ્‍યા ઉદ્દભવી રહી છે. રાજકોટ કલેકટર તંત્રે ડાબી સાઇડના સર્વીસ રોડ માટે વહોરા સોસાયટીની જમીનનો કબજો મેળવી લીધો-જમીન સંપાદનના નાણા પણ ચૂકવાઇ ગયા, આ જમીનનો કબજો માર્ગ-મકાનને સોંપાયો છતાં આ સર્વીસ રોડ ચાલુ થયો નથી, ૧લી ઓગષ્‍ટે ચાલુ થવાનો હતો, પરંતુ હજુ કોઇ કામ જ શરૂ થયું નથી...તંત્રની સામે પ્રજા લાચાર છે...કોઇ પૂછવાવાળુ નથી, બધું રામ ભરોસે છે... (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:20 PM IST)