<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

પટેલ ડાઇનીંગ હોલમાંથી ૧૯ કીલો પ્રિપેડ ફુડ - મેંદાના લોટનો નાશ

કાલાવડ રોડ વિસ્‍તારના વૃંદાવન મેઇન રોડ પર મનપાની ફુડ શાખા ત્રાટકી ફુડ શાખા થતા FSW વાન દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ અંગે લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટ, તા.૨૬: મનપા દ્વારા શહેરજનોના સ્‍વાસ્‍થ્‍યને ટનાટન રાખવા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો - વિક્રેતાઓને ત્‍યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અન્‍વયે વૃંદાવન મેઇન રોડ ખાતેથી ૧૯ કીલો પ્રિપેડ ફુડ - મેંદાનો લોટ નાશ કરાયેલ જયારે ૧૫ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન વળંદાવન મેઇન રોડ, કાલાવડ રોડ, મુકામે આવેલ ‘પટેલ ડાઈનિંગ હોલ'ની તપાસ કરતા પેઢીના સ્‍થળ પર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ-ફૂડ તથા મેંદાનો લોટ વાસી અખાદ્ય મળી આવતા કુલ ૧૯ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાયસન્‍સ ડિસ્‍પ્‍લેમાં રાખવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન દ્વારા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર મુકામે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી આયોજીત અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત જનજાગળતિ માટે ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે માહિતી આપવામાં આવેલ તથા રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજોમાં પ્રાથમિક ચકાસણી કરી લાઈવ ડેમોસ્‍ટ્રેશન દર્શાવી જાહેર આરોગ્‍યના હિતાર્થે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના રામપીર ચોકડીથી રૈયાધાર વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૫ ધંધાર્થીઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્‍યાનશ્રીજી વડાપાઉં, લક્ષ્મી નાસ્‍તા સેન્‍ટર, ક્રિષ્‍ના અમુલ પાર્લર, ક્રિષ્‍ના જનરલ સ્‍ટોર, મોહિની ટ્રેડર્સ, સંતોષી બેકરી, અમળત ડેરી ફાર્મ, ગજાનંદ સેલ્‍સ એજન્‍સી, જય જલારામ જનરલ સ્‍ટોર, આર કે પ્રોવિઝન સ્‍ટોર, નકળંગ ડેરી ફાર્મ, સાગર ડેરી ફાર્મ  તથા  સાંઈકળપા માર્ટ - લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(3:35 PM IST)