<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

રાજકોટ શહેર શકિત સુપર શી (યુથ કોંગ્રેસ)ના સંગઠનનું માળખુ જાહેર

 

રાજકોટઃ શહેર યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ.ના આદર્શ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મુકેશ ચાવડા અને ડો.રાજદિપસિંહ જાડેજાના વડપણ હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના નિર્દેશ અનુસાર રાજકોટ શહેર શકિત સુપર શી'ના શહેર સંગઠનમાં શહેર પ્રમુખ, વિધાનસભાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સહમંત્રી તરીકે બહેનોની નિમણુંક કરવામાં આવી છે. તેમજ રાજકોટથી યુવા મહિલામાં પ્રદેશ મંત્રી તરીકે મયુરીબેન પુરોહિત, શોભનાબેન ઘેડીયા, લીનાબેન સોલંકીને નિમણુંક આપવા આવી હતી.

રાજકોટ શહેર પ્રમુખ તરીકે હિરલબેન રાઠોડ, વિધાનસભા-૬૮ ના પ્રમુખ તરીકે ભાવનાબેન વાઘેલા, વિધાનસભા-૬૯ ના પ્રમુખ તરીકે દિપ્‍તીબેન રવિયા, વિધાનસભા-૭૦ના પ્રમુખ તરીકે ઉષાબેન કવાની નિમણુંક કરવામાં આવી છે.

ડો.રાજદિપસિંહએ જણાવ્‍યું હતું કે ઓલ ઇન્‍ડિયા લેવલ પર ‘‘શકિત સુપર શી''નું નવું સંગઠન પ્રગતિ કરી રહ્યું છે. ત્‍યારે પ્રિયકાજીના વિચારો મુજબ યુથમાં નવા યુવા બહેનો આવે, અને કોર્પોરેશનમાં ૫૦% મહિલા અનામત હોય ત્‍યારે રાજકારણમાં રૂચિ ધરાવતા બહેનોને પ્રાધાન્‍ય મળે એ માટે આ સંગઠન શકિતશાળી બને  એની જવાબદારી યુવા વર્ગની છે.

આ સાથે શ્રી મુકેશ ચાવડાએ જણાવ્‍યું હતું કે સમાજમાં બહેનોના ્‌પ્રશ્‍નોને લઇને કે શાળા-કોલેજોમાં બહેનો સાથે જયાં અન્‍યાય થતો હોય ત્‍યાં ‘‘શકિત સુપર શી''ના સંગઠના બહેનો લડત આપશે.

ગુજરાત પ્રદેશ ‘‘શકિત સુપર શી''ના ચેરપર્સન વૈશાલી શિંદેએ જણાવ્‍યું હતું કે હાલ રાજકોટમાં વિધાનસભા અને શહેરમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સહમંત્રીની નિમણુંક કરવામાં આવી છે. પણ આવનારા દિવસોમાં વોર્ડ વાઇઝ સંગઠન પણ કરવામાં આવશે. અને શકિત સુપર શીના સંગઠનને વધુ મજબુત કરવામાં આવશે. જે બહેનો સંગઠનમાં જોડાવા માંગતા હોય તે મારો સંપર્ક કરી શકે છે. (મો.૯૮૨૫૬ ૮૫૮૧૫) વૈશાલીબેન કહે છે કે, તે સિવાય આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં નારી સશકિતકરણના કાર્યક્રમો આપવામાં આવશે. જયાં બહેનોને સપોર્ટની જરૂર હશે ત્‍યાં બહેનોને ‘‘શીકત સુપર શી''ની ટીમ મદદરૂપ થશે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇના પ્રમુખ શ્રી નરેન્‍દ્ર સોલંકી, રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ જાડેજા, પુર્વ કોર્પોરેટર શ્રી રસિકભાઇ ભટ્ટ, સિનિયર મહિલા આગેવાન શોભનાબેન જોશી, જલ્‍પેશ વાઘેલા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

વિધાનસભાના પ્રમુખ સિવાય ઉપપ્રમુખોમાં રચનાબેન જોશી, કલાબેન સોરઠીયા, ધ્રુપદબા, મહામંત્રી તરીકે ક્રિષ્‍નાબેન હાડા, હંસાબેન સાપરિયા, સંજનાબેન, ગીતાબેન પરમાર, ીરપલબેન મંત્રી તરીકે પુજાબેન નિમબાર્ક, ગીતાબેન સરવૈયા, અલ્‍કાબેન ગોંડલીયા, અનીલાબેન સોજીત્રા, શીતલબેન ગોહેલ, સહમંત્રી તરીકે પિયાબેન ઘાવરી, મુકતાબેન ચાવડા, ભારતીબા તેમજ નીરૂબેનની નિમણુંક કરવામાં આવી હતી.

આ નિમણુંક બદલ યુથ કોંગ્રેસના પ્રદેશ હોદેદાર આદિત્‍યસિંહ ગોહિલ, રવીભાઇ જિતિયા, દીપ ભંડેરી, યુથ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ અલ્‍પેશ સાધરિયાં, અક્ષાંશ ગોસ્‍વામી, સોહિલ જરીયા, વરૂણ જાની, જયદિપભાઇ, દેવરતભાઇ, યજ્ઞેશભાઇ, મોહિતભાઇ, મેહુલભાઇ, એનએસયુઆઇ પ્રમુખ બ્રિજરાજ રાણા, જીલ્લા પ્રમુખ રિયાઝ સુમરા, અંકિતભાઇ, આર્યનભાઇ વગેરે હોદેદારોએ અભિનંદન પાઠવ્‍યા હોવાનું ગુજરાત પ્રદેશ ‘‘શકિત સુપર શી''ના ચેરપર્સન વૈશાલી શિંદે જણાવે છે.

(3:39 PM IST)