<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

નેશનલ હાઇવે પર આરટીઓ પાસે પુલ બનાવવા-શાળામાં ચેકીંગ કરોઃ ૬૮ પ્રશ્નો રજુ

વોર્ડ નં. પ માં લોક દરબાર યોજાયો : ‘મેયર શ્રી તમારે દ્વારે' માં સૌથી વધુ બાંધકામની ૧પ, સફાઇની ૧૩ સમસ્‍યા આવી સામે

રાજકોટ, તા., ર૬: મનપા દ્વારા આજે વોર્ડ નં.૫માં મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાયો. જેમાં  વોર્ડના નાગરિકો દ્વારા  મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કુલ-૬૮ પ્રશ્રો કરવામાં આવ્‍યા હતા.

આગામી તા.૨૯  સોમવારના રોજ સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ દરમ્‍યાન વોર્ડ નં.૬માં મેયરશ્રી તમારા દ્વારે  કાર્યક્રમ યોજાશે.

લોકદરબારમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્‍થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્રો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર)નું  વોર્ડવાઈઝ સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધી આયોજન કરેલ છે.

આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.૫ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૬૮ રજુઆતો/પ્રશ્રો રજુ કરવામાં આવી હતી,

કયા વિભાગના કેટલા પ્રશ્રો

સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ ૧૩, રોશની-૩,  ડ્રેનેજ-૬,  બાંધકામ-૧૫,  ટી.પી.-૭, આવાસ-૧,  દબાણ હટાવ-૧,  ગાર્ડન-૩, અન્‍ય વિભાગ-૮,  વો.વ.-૪,   વ્‍યવસાય વેરો-૧,  ફાયર-૧,  શાળા બોર્ડ-૧,  એસ્‍ટેટ-૨,  આરોગ્‍ય-૨નો સમાવેશ થાય છે. કુલ-૬૮  છે.

વોર્ડ નં.૫ના નાગરિકો દ્વારા સૂચિત સોસાયટી બાબત, નદીની સફાઈ બાબત, રહેણાંક વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ બાબત, આજી રિવરફ્રન્‍ટ ડેવલોપ કરવા બાબત, આવાસ યોજના આસપાસ સફાઈ બાબત, રાજકોટનો એન્‍ટ્રી પોઇન્‍ટ કુવાડવા રોડ પર વેલકમ ગેઇટ અને ટ્રાફિક લગત, સ્‍ટ્રીટ લાઈટ બાબત, ભૂગર્ભ ગટર સફાઈ બાબત, બગીચા ડેવલપમેન્‍ટ બાબત, ટ્રાફિક બાબત, શાળામાં ચેકીંગ કરવા બાબત, પાણીની લાઇન બાબત, રેસિડેન્‍સીયલ વિસ્‍તારમાં ભઠ્ઠી દૂર કરવા બાબત, ખુલ્લા પ્‍લોટમાં સફાઈ કરવા બાબત, નેશનલ હાઇ-વે RTO પાસે વાહનોને રોડ ક્રોસ કરવા પુલ/નાલુ બનાવવા બાબત, મેઈન રોડ પરના અસ્‍થાયી દબાણો દૂર કરવા, સોસાયટીમાં ગંદકી બાબત, પેવિંગ બ્‍લોક નાખવા બાબત, આંગણવાડી શરૂ કરવા બાબત, ફૂડ ઝોન બનાવવા, ટીપરવાનની અનિયમિતતા બાબત જેવા પ્રશ્નો રજુ થયેલ હતા.

આ લોક દરબાર કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને માધ્‍યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને શિશુ કલ્‍યાણ, ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને  અગ્નીશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ઘરોડીયા, નાયબ કમિશનર સ્‍વપિ્નલ ખરે, ભારત સરકારમાંથી રાજ્‍ય સરકારના ટ્રેઇની IAS અધિકારીઓ રાજસ્‍થાનથી આયુશીજી, તેલંગાણાથી સુસ્‍મિતાજી, ઇસ્‍ટ ઝોનના સીટી એન્‍જી. પી.ડી.અઢિયા, ઈ.ચા. સહાયક કમિશનર બી.એલ. કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્‍ય અધિકારી ડૉ.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાજા, ઈ.ચા.ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન આર.કે.હીરપરા, વોર્ડ એન્‍જી. અજય વેગડ, એ.ટી.પી. રેનીશ વાછાણી, એંક્રોચમેન્‍ટ ઓફિસર પરબત બારીયા, ડી.ઈ.ઈ રોશની નરેશ પટેલિયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મેનેજર ભૂમિ પરમાર, વોર્ડ ઓફિસર સુનીશા માણેક, અન્‍ય કર્મચારીઓ, અન્‍ય કર્મચારીઓ, વોર્ડ નં.૫ના પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, તથા વોર્ડ નં.૫ના બહોળી સંખ્‍યામાં નાગરીકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:00 PM IST)