News of Friday, 26th July 2024
ઓલિમ્પિક્સ જનજાગૃતિ અર્થે રેસકોર્ષ ખાતે કાર્યક્રમ યોજાયો
પેરિસ ઓલિમ્પિક્સમાં ૧૧૭ જેટલા ભારતીયો ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

રાજકોટઃ આજ તા.૨૬ના રેસકોર્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આજથી શરૂ થનાર પેરિસ ઓલિમ્પિક ગેમ્સ અંગે જનજાગૃતિ આવે તે હેતુસર પ્રમોશનલ એક્ટિવીટી કાર્યક્રમ યોજાયો. પેરિસ ઓલિમ્પિક્સમાં ૧૧૭ જેટલા ભારતીયો ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. ᅠ આ કાર્યક્રમમાં ડો.દર્શિતા શાહ, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, કૌશિક ઉનાવા, રમાબેન મંધરાᅠતથા બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ અંતર્ગત પ્રમોશનલ એક્ટીવીટી કરી જનજાગૃતિ અર્થે એક માહોલ ઉભો કરવામાં આવ્યો.
(4:20 PM IST)










