<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

આર.ટી.ઓ. ખાતે તા. ૨૯ થી ૩૧ જુલાઈ દરમ્યાન ફોર વ્હીલર વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે

એક મહિનામાં પાંચમી વખત ટ્રેક બંધ રહેતા ભારે દેકારો

રાજકોટ :આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર તા.૨૯/૦૭/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ (દિવસ – ૩) દરમ્યાન બંધ રહેશે, જયારે ટુ વ્હીલર વાહનો માટેનો ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ ચાલુ રહેશે.
   આ સમયગાળા દરમિયાન જે અરજદારોએ ફોર વ્હીલર વાહન માટે ટેસ્ટ ટ્રેકની અપોઈન્ટમેન્ટ લીધેલ છે તેમની એપોઇન્ટમેન્ટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા રીસીડ્યુલ કરી આપવામાં આવેલ છે, જેની રાજકોટ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા તેમજ સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(7:29 PM IST)