News of Sunday, 28th July 2024
માર્કેટીંગ યાર્ડ પાસે ‘‘હિટ એન્ડ રન'' ચારના મૃત્યુ નિપજાવવાના કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.જુના માર્કેટીંગ યાર્ડ પાસે હિટ એન્ડ રનના ગંભીર ગુન્હામાં ભરવાડ શખ્સનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.
સદરહું બનાવની હકીકત જોવામાં ફરીયાદી કિશોરભાઈ ભવાનભાઈ કોશીયાએ એવી ફરીયાદ આપવામાં આવેલ કે તા.૩/૭/૨૦૧૫ ના રોજ તેઓના ભાઈ મનોજભાઈ મોટરસાયકલ લઈ તેના પત્ની રેખાબેન તથા તેની દીકરી વિરા તેમજ ફરીયાદીની દીકરી આંશીને સાથે લઈ જુના માર્કેટીંગ યાર્ડના સર્વીસ રોડ પર જતા હતા ત્યારે એક એસન્ટ કાર જેના નં. જીજે-૧૪-ઇ-૭૮૪૪ ના ચાલક ધ્વારા ગાડી એકદમ પુરઝડપે ચલાવી એસન્ટ ગાડી મેઈન રોડ થી ડીવાઈડર કુદાવી સર્વીસ રોડ પર આવી તેઓના ભાઈ તથા તેના પત્ની અને બંને દીકરીના મળત્યુ નીપજાવેલ અને તે સાથે અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ કરેલી હતી અને આ બનાવમાં ચારેય વ્યકિતઓ મરણ ગયેલ હતી જે અનુસંધાને થોરાળા પોલીસ સ્ટેશન, રાજકોટ ધ્વારા આઈ.પી.સી. કલમ ૩૦૪ તથા એમ.વી.એકટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો નોંધેલ હતો ત્યારબાદ સદરહું ગુન્હા અનુસંધાને આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૮ તથા એમ.વી.એકટની કલમ ૧૮૫ મુજબનો કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને રાઘવભાઈ વજાભાઈ ઝાપડા નામના વ્યકિતની અટક કરી જેલ હવાલે કરેલ હતા.ે
હાલના આરોપી સાથે ગાડીમાં બેસેલ હતા તેનો પણ કોઈ પુરાવો રેકર્ડ પર આવેલ નથી તેમજ તેઓનું સી.આર.પી.સી.ની કલમ ૧૬૪ નું નીવેદન લેવામાં આવેલ જે આ કેસના કામમાં રજુ થયેલ પરંતુ તે ફક્ત એક સ્ટેટ મેન્ટ તરીકે જ ધ્યાને લઈ શકાય પુરાવામાં ગ્રાહય રાખી શકાય નહી તેમજ આરોપીને સાંકળતો કોઈપણ જાતનો પુરાવો મળી આવતો નથી તેમજ ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા જોઈએ આમ અદાલત ધ્વારા ફરીયાદપક્ષે રજુ થયેલ પુરાવાઓ તેમજ આરોપી તરફેની દલીલો તથા આરોપી તરફે રજુ થયેલ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ આરોપી રાઘવભાઈ વજાભાઈ ઝાપડાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.આ કામમાં રાજકોટના ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, મિલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી, વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.
(10:25 AM IST)










