<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

આજીડેમ ચોકડી પાસે ગ્રાહકને મારકુટ કરી ધમકી આપવા અંગે ત્રણ આરોપીનો છુટકારો

રાજકોટ તા.૨૭: આજીડેમ ચોકડી પાસે જીંજરાની ખરીદી કરવાના મામલે ગ્રાહક ને ઢીકા પાટુનો માર  મારી  ધમકી  આપવાના ગુન્‍હાનો કેસ ચાલી જતાં અદાલતે ત્રણ આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરના  આજીડેમ પાસે જીંજરાની ખરીદી કરવા ગયેલા કુબેરભાઈ બસીરભાઈ સમાને અહિં કેમ જીંજરાની ખરીદી કરવા આવેલા છો એમ કહી ગાળો આપી લોખંડના પાઈપથી મંઢ માર મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યા  અંગેની ઝાલા ઇન્‍દુભાઇ ફાંગલીયા વિરુદ્ધ ફરીયાદ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં  તા. ૦૩-૧૨-૨૦૧૮ના રોજ નોંધાવી હતી. પોલીસે જાલા ઈન્‍દુભાઈ ફાંગલીયા સહિત ત્રણ ની ધરપકડ કરી હતી. તપાસની દ્વારા અદાલતમાં ચાર્જ સીટ રજૂ કરાતા કેસની ચુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બન્ને પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્‍યાને લઈ  જયુડી. મેજી.  નેહાબેન તન્‍મયભાઈ કારીયાએ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપીઓ વતી વકીલ તરીકે  ચંદ્રસિંહ બી. તલાટીયા, પ્રતાપસિંહ ચાવડા, ચંદ્રસિંહ જી. પરમાર, ચિરાગ કુકરેચા, મહેન્‍દ્ર ભાલુ, ક્રિષ્‍ના ચૌહાણ રોકાયેલ હતા.

(10:25 AM IST)