<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

મૂળ રાજકોટનો યુવાન માનવ ઠક્કર આગામી ૫ ઓગસ્ટે ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ વિભાગમાં ઝુકાવશે : ઓપનિંગ સેરેમનીમાં પણ તેણે ભાગ લીધો હતો : ડો. જ્યોતિ હાથી

મારો પુત્ર માનવ ઠક્કર પેરિસ ઓલમ્પિક ૨૦૨૪માં ટેબલ ટેનિસ ટીમમા : માનવના માતુશ્રી ડો. કલ્પના ઠક્કરે સ્કૂલ ગ્રુપમાં મેસેજ મૂક્યો : ડો. કલ્પના ઠક્કર જામનગર આયુર્વેદ કોલેજમાંથી ડોક્ટર થયા છે

રાજકોટ તા.૨૮ :મૂળ રાજકોટનો યુવાન માનવ ઠક્કર આગામી ૫ ઓગસ્ટે ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ વિભાગમાં ઝુકાવશે. ઓપનિંગ સેરેમનીમાં પણ તેણે ભાગ લીધો હતો તેમ ડો. જ્યોતિ હાથી જણાવે છે. માનવના માતુશ્રી ડો. કલ્પના ઠક્કરે સ્કૂલ ગ્રુપમાં મેસેજ મૂક્યો છે. જેમાં જણાવ્યું છે કે મારો પુત્ર માનવ ઠક્કર પેરિસ ઓલમ્પિક ૨૦૨૪માં ટેબલ ટેનિસ ટીમમાં છે.

તેનો વર્લ્ડ રેન્ક ૫૬ છે, જે મેન્સ ગ્રુપમાં તેનો હાઈએસ્ટ વર્લ્ડ રેન્ક છે.. ઉપરોક્ત તસવીરમાં ઓપનિંગ સેરેમિની  દરમિયાન ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુ સાથે નજરે પડે છે. ડો. કલ્પના ઠક્કર જામનગર આયુર્વેદ કોલેજમાંથી ડોક્ટર થયા છે.

(9:16 AM IST)