તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 29th July 2024
શાપર-વેરાવળમાં પોલીસનો દરોડાઃ શેડ અને કારમાંથી રૂા. ૭૬ હજારના દારૂ સાથે ત્રણ પકડાયા
વેપારી ભાર્ગવ વાછાણી તથા ભૌતીક કથીરીયા અને ડ્રાઇવર કુષીલ કથીરીયાની ધરપકડઃ વિદેશી દારૂના ૩૦૯ ચપલા અને કાર મળી રૂા. ર.ર૬ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ર૯: શાપર-વેરાવળ મેઇન રોડ પર આવેલા શેડમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી શેડમાંથી અને કારમાંથી રૂા. ૭૬ હજારના વિદેશી દારૂના ૩૦૯ ચપલા સાથે વેપારી સહિત ત્રણને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શાપર મેઇન રોડ પર પવન ટ્રાન્સપોર્ટ વાળી શેરીમાં આવેલા બી.આર. સ્ટીલ નામના શેડમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળતા હેડ કોન્સફ. તુષારસિંહ જાડેજા સહિતના સ્ટાફે બી.આર. સ્ટીલ નામના શેડમાં દરોડો પાડી શટર ઉંચકાવતા શેડમાં જીજે-૧૦ બીજી-પર૩૩ નંબરની કારમાંથી ત્રણ શખ્સો પ્લાસ્ટીકના બાચકા ઉતારતા હોઇ, પોલીસે શેડના માલીક ભાર્ગવ ભરતભાઇ વાછાણી (રહે. શાપર મેઇન રોડ બી.આર. સ્ટીલના શેડમાં) તથા ભૌતીક અમૃતભાઇ કથીરીયા (રહે. મવડી ચોકડી બાપા સીતારામ ચોક જસરાજનગર, મૂળ કેશોદના ચર ગામ) અને ડ્રાઇવર કૃષીલ હરેશભાઇ કથીરીયા (રહે. મવડી ચોકડી જસરાજનગર મૂળ ચર ગામ) ને પકડી લઇ પ્લાસ્ટીકના બાચકામાં તપાસ કરતા રૂા. ૭૬,૦પ૦ ની કિંમતના વિદેશી દારૂના ૩૦૯ ચપલા મળી આવતા પોલીસે વિદેશી દારૂના ચપલા અને કાર મળી રૂા. ર,ર૬,૦પ૦નો મુદામાલ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.
(1:12 PM IST)










