<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

જમાઇ નંબર ૧ : સરગમ પરિવારના સભ્‍યો માટે યોજાય ગયો નાટય શો

 

રાજકોટ : સરગમ કલબના તમામ સભ્‍યો જેમ કે લેડીઝ કલબ, સિનિયર સિટીઝન કલબ, જેન્‍ટસ કલબ, કપલ કલબના તમામ સભ્‍યો અને આમંત્રિતો અધિકારીઓ માટે હેમુગઢવી હોલમાં મુંબઇનું નાટક ‘જમાઇ નંબર-૧' શો યોજવામાં આવ્‍યો હતો. આ નાટક શો ના મુખ્‍ય દિગ્‍દર્શક અને અભિનયકાર કમલેશ ઓઝા તથા મનીષભાઇ મહેતા તથા સાથી કલાકારોએ ડબલ ધમાકા કોમેડી રજુ કરી દર્શકોને દંગ કરી દીધા હતા. આ નાટય શો નિહાળવા પોલીસ કમિશ્‍નર બ્રજેશ ઝા, રમેશભાઇ ઠકકર, વિનોદભાઇ બરછા, કિશોરભાઇ કોટક, કિરીટભાઇ પટેલ, રાજુભાઇ ગોસ્‍વામી, મનુભાઇ વઘાસીયા, કમલભાઇ ધામી, વિક્રમભાઇ પૂજારા, અરવિંદભાઇ શાહ, પ્રતાપભાઇ પટેલ, કિરીટભાઇ જીવાણી, રમેશભાઇ જીવાણી, કિશોરભાઇ જીવાણી, ઘનશ્‍યામભાઇ મારડીયા, મનુભાઇ કુંડલીયા (લંડન), સિતેષભાઇ ત્રાંબડીયા, રમણીકભાઇ જસાણી, રાજેશભાઇ મહેતા, શિવલાલભાઇ બારસિયા, હરદેવસિંહ જાડેજા, નીતિનભાઇ ખૂંટ, ડો. કમલભાઇ પરીખ, ડો. એમ. વી. વેકરીયા, અશ્વિનભાઇ મોલિયા, વિજયભાઇ કારીયા, રશ્‍મીનભાઇ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રભાઇ શેઠ, કનૈયાલાલ ગજેરા, અનવરભાઇ ઠેબા, ધીરૂભાઇ હિરાણી, સુનિલભાઇ દેત્રોજા, જયસુખભાઇ ડાભી, મનમોહનભાઇ પનારા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:26 PM IST)