News of Monday, 29th July 2024
દક્ષિણ મામલતદાર કચેરીમાં લોકોને જાણકારી માટે તમામ બોર્ડ મૂકોઃપશ્ચિમ મામલતદારના માન્ય એજન્ટને કચેરી અંદર બેસાડો
પીડીએમ પાસેની મામલતદાર કચેરીમાં અરજદારોને બોર્ડના અભાવે ભારે ધકકા થાય છે.... તો કાલાવડ રોડ પરની કચેરીમાં અરજદારોને એજન્ટો પાસે કચેરી બહાર જવું પડતું હોય અકસ્માતનો ભારે ભય... બીઇંગ કાંઇડ ફાઉન્ડેશનના અનીતા ચાવડાએ બે મામલતદાર કચેરી અંગે એડી. કલેકટરને રજૂઆત કરી હતી.

બીઇંગ કાંઇડ ફાઉન્ડેશનના અનીતા ચાવડાએ બે મામલતદાર કચેરી અંગે એડી. કલેકટરને રજૂઆત કરી હતી.
રાજકોટ તા. ર૯: બીઇંગ કાઇન્ડ ફાઉન્ડેશન દ્વારા કલેકટરને આવેદન પાઠવી પી.ડી.એમ. પાસે આવેલી મામલતદાર કચેરીમાં બોર્ડ મુકવા માંગણી કરી હતી.
આવેદનમાં બીઇંગ કાઇન્ડના અનીતા ચાવડાએ જણાવેલ કે, આજે હું મામલતદાર ઓફીસ ગઇ હતી ત્યાં એવું જોયું કે લોકો દોડાદોડી કરતા હતા કોઇને કાંઇજ ખબર નહોતી પડતી હું અલગ અલગ લોકો પાસે ગઇ હતી અને પુછયું તો એમ સાંભળ્યું કે અહીંયા કેટલા બધા ધકકા ખાધા તો પણ કામ પૂરાં થતાં નથી એ લોકો લાઇનમાં ઉભા રહે જયારે વારો આવે ત્યારે ખબર પડે કે આ કામ અહીંયા નહીં બીજી બાજુમાં થાય છે. એટલે ફરીથી માંડ વારો આવે ત્યારે કયાં કયાં ડોકયુમેન્ટસ જોઇએ ત્યારે માહિતી આપે એટલે પાછુ઼ં ઝેરોક્ષ કરાવા અને ફોર્મ ભરવા માટે દોડા દોડી કરતા જોયા મેં બારીમાં ભાઇને વાત કરી કે બધા લોકોને જવાબ આપવા પડે અને તમે પણ હેરાન થાવ એના કરતા દરેક બારીએ કંઇ બારીએ કયું કામ થાય છે આવા બોર્ડ મારી દેવા જોઇએ અને એમાં શું શું ડોકયુમેન્ટસ જોઇએ પણ જો માહિતી લખી દેવામાં આવે તો ખરેખર કામ સરળ બની જાશે સાથે લોકો પણ હેરા નહિં થાય સાથે તમારા કામની ઝડપી વધી જશે. માટે બોર્ડ મુકવા વિનંતી.
આવેદનમાં જણાવેલ કે, ગઇકાલે સવારે આત્મીય કોલેજમાં થોડું કામ હોવાથી ગઇ હતી. સામે મામલતદાર ઓફીસની મેં મુલાકાત લીધી હતી ત્યાં ખૂબ જ સરસ ઓફીસ છે સુવિધા પણ સારી છે બધેજ બારીની ઉપર ખુબ જ સરળ ભાષામાં બધુંજ લખાણ કરેલ બોર્ડ મારેલા છે દરેક વ્યકિતને સમજાય એવું લખાય છે ખૂબ આનંદ થયો પણ જયારે હું ગેટની બાર આવી તો મને સાવ અલગ જોવા મળ્યું કે ઓફિસથી ફોર્મ લઇને લોકો રોડ ટપીને ફોર્મ ભરવા માટે દોડાદોડી કરતા. એમાં એક મોટા ઉંમરના ભાઇ પડી ગયા હતા અને મને વિચાર આવ્યો કેમ કે ફુલ ટ્રાફિકવાળો રોડ અને નાના મોટા વૃધ્ધો પણ રોડ ટપવા માટે આ લોકોને મુશ્કેલી થતી મેં જોઇ છે. તો આ બધાજ એજન્ટને જો મામલતદાર ઓફીસના બારની સાઇડ ટેબલ રાખી ફોર્મ ભરવા માટે જો અનુમતિ મળી જાય તો અકસ્માતની ભીતિ નહિં રહે. જેમકે પીડીએમ પાસે મામલતદારની ઓફીસમાં આવા જ એજન્ટો અંદર ટેબલ રાખી કામે કરે છે તો સેમ આવી જ સુવિધા જો આત્મીય કોલેજ સામેની મામલતદાર ઓફીસમાં પણ બાર ટેબલ રાખી ફોર્મ ભરવાની પરવાનગી આપે તો દુર્ઘટના થતી અટકી જશે.
(2:46 PM IST)










