<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ડીસ્‍ટ્રીકટ બેંક સાથે અંદાજીત ૩૦ કરોડની છેતરપિંડી-ઉચાપતના ગુનામાં અદિતી મંડળીના પ્રમુખ -મંત્રીના જામીન મંજુર

બેંકના કર્મચારીની સંડોવણી વગર આવડું મોટું કૌભાંડ શકય નથીઃ હાઇકોર્ટની ટકોર

રાજકોટ,તા.૨૯: સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ચકચાર મચાવનાર અદિતી ક્રેડિટ કો-ઓપ.સોસાયટી લી.ના પ્રમુખ, મંત્રી સહિતના ૧૪ શખ્‍સો વિરૂધ્‍ધ આર.ડી.સી. બેંકમાંથી લીધેલ લોનની રકમ રૂા. ૨૯,૫૯,૫૦,૦૭૦/-ની સ્‍થિતિએ ચડત વ્‍યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તેમાંથી રૂા. ૧૨, ૭૭, ૮૪, ૭૩૨/- પોતાના સગા સંબંધીઓના અંગત આર્થિક લાભમાં ઉપયોગ કરી ખોટા હિસાબો તથા બનાવટી દસ્‍તાવેજો બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવવાના ગુન્‍હામાં પકડાયેલ મુખ્‍ય આરોપી એવા પ્રમુખ જગદીશસિંહ જાડેજા તથા મંત્રી સાગર મોલીયાના જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, તમામ આરોપીઓ ગુન્‍હાહિત કાવત્રુ રચી અદિતી કો.ઓપ. બેંક સોસાયટી લી.માં જોડાયેલ સભાસદોની લોનનો મંડળીમાં ભરપાઈ થયેલ ન હોવા છતાં અને મંડળીમાં રોકડ વ્‍યવહાર પ્રતિબંધીત હોવા છતાં મંડળીમાં સભાસદોએ રોકડમાં લોનો ભરપાઈ કરી દીધેલ સંબંધેની ૬૮ સભાસદોની પહોંચો તથા મંડળીના એન.ઓ.સી. મંડળીએ બેંકમાં રજૂ કરી આવા સભાસદોની લોન વખતે જામીનગીરીમાં રજુ થયેલ અસલ દસ્‍તાવેજોની ફાઈલો બેંકમાંથી છોડાવી ગયા બાદ પણ મંડળીએ આવા સભાસદોની તા.૨૮/૦૨/૨૦૨૨ ની સ્‍થિતિએ મંડળી પાસે લોનની બાકી રકમ રૂા. ૮,૨૨, ૩૯,૪૩૬/- તથા તેનું બાકી વ્‍યાજ બેંકમાં જમા ન કરાવી કરોડોના અનેક રોકડ વ્‍યવહારો કરેલ ઉપરાંત ૩ સભાસદોની મંડળીની લોન પેટે જમા કરેલ વસુલાતની પહોંચો મુજબની રકમ મંડળીના રોજમેળમાં રૂપીયા ઓછા જમા લઈ પહોંચોમાં છેડછાડ કરી તથા ખોટા કબુલાતનામા કરી સંસ્‍થાઓના ખોટા સિકકાઓ મારી અધિકારીઓની ખોટી સહીઓ કરી બોગસ દસ્‍તાવેજો ઉભા કરી ૫ સભ્‍યોના નામે ધીરાણ ઉપાડી બેંક સાથે રૂા. ૭૨,૦૭,૭૨૭/-ની છેતરપીડી કરી ઉપરાંત મંડળીમાં રહેલ એન.પી.એ. જોગવાઈ ફંડ ખાતે રૂા. ૫૬,૦૨,૨૪૧/- તથા મંડળીમાં શકમંદ લેણા અનામત ફંડ ખાતે રહેલી રકમ રૂા. ૧૨, ૦૫,૪૩૪/ બન્ને મળીને કુલ રકમ રૂા. ૬૮,૦૭,૬૭૫/- નું મંડળીનું ફંડ મંડળીના જવાબદારોએ તેના અંગત તથા સંબંધીઓના લોન ખાતામાં રકમ જમા કરી લઈ ભંડોળની રકમ મંડળીના નિયમીત બેંક લોનની શરતો અને નિયમોનો ભંગ કરી ઉચાપત કરી સભાસદોના પગારનાં કબૂલાતનામા આપી રક્ષીત ધીરાણ મેળવનારને રકમ આપવા મંડળીએ સી.સી. ટાઈપની બેંકમાંથી લીધેલ રકમની સ્‍થિતિએ રકમ તથા તેના ઉપરનું બાકી વ્‍યાજ બેંકમાં જમા ન કરાવી ઉચાપત કરી મંડળીનું બેંકમાં આવેલ રક્ષીત લોન ખાતામાં બેંકના રૂા. ૧૬, ૧૫,૪૪, ૯૫૧/- તથા મોર્ગેજ લોન ખાતામાં રૂા. ૧૩,૪૪,૦૫, ૧૧૯/- એમ બન્ને લોન મળી કુલ રૂા. ૨૯,૫૯,૫૦,૦૭૦/-ની સ્‍થિતિએ ચડત વ્‍યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તે રકમમાંથી રૂા.૧૨, ૭૭,૮૪,૭૩૨/- બેંક લોન ખાતામાં જમા ન કરાવી આરોપીઓએ પોતાના તથા સગા સંબંધીઓના અંગત આર્થિક લાભ માટે તેઓના લોન ખાતામાં જમા કરાવી ગુન્‍હાહિત ઉચાપત કરી વિશ્વાસઘાત તથા છેતરપીંડી અને ખોટા દસ્‍તાવેજો બનાવી ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી ખોટા હિસાબો બનાવી આર્થિક લાભ મેળવી અને અધિકારીઓને ધમકાવવાના ગુન્‍હો આચરતા આર.ડી.બેંકના વિજીલન્‍સ મેનેજર દ્વારા રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં અદિતી ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના ઙ્કમુખ જગદીશસિંહ જાડેજા તથા મંત્રી સાગર મોલીયા વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધાતા ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

 ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન દ્વારા ઉપરોકત ગુન્‍હાના કામે ધરપકડ થતાં આરોપી જગદીશસિંહ જાડેજા તથા સાગર મોલીયાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્‍સ કોર્ટ તથા હાઈકોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી.

બન્ને પક્ષકારોની લંબાણપૂર્વક ચાલેલ દલીલોના અંતે હાઈકોર્ટ દ્વારા જામીન અરજીનો ચુકાદો ત્‍વરીત આપી દેવામાં આવતો હોય છે પરંતુ પક્ષકારો દ્વારા કરાયેલ દલીલોની વિચારણા અર્થે હાઈકોર્ટે દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવેલ હતો જે ચુકાદો સાત દિવસની વિચારણા બાદ ગઈકાલે જાહેર કરી પોતાના ચુકાદામાં નોંધ્‍યુ હતુ કે, ફરીયાદી દ્વારા જે અદિતી ક્રેડીટ કો.ઓપ.સોસાયટી મારફતે કોંભાડ આચાર્યનું જણાવેલ છે તે ક્રેડીટ સોસાયટી સને-૨૦૨૨માં એન.પી.એ. થઈ ગયેલ છે અને ઘડીભર માટે જો આટલું મોટું કૌભાંડ થયાનું માનવામાં આવે તો પણ બેંકના કર્મચારીઓની સંડોવણી વિના તે શક્રય નથી જયારે હાલના કેસમાં પોલીસે બેંકના કોઈ અધિકારીને આરોપી બનાવેલ નથી જેથી આરોપીઓ તરફે કરવામાં આવેલ દલીલો અને લેવાયેલ કાનુની મુદ્દાઓ માન્‍ય રાખી હાઈ કોર્ટે મુખ્‍ય આરોપીઓને પોલીસ તપાસમાં સહયોગ આપવાની ટકોર કરી જામીન પર મુકત કરવાનો આદેશ કરેલ હતો.

આ કામમાં અદિતી ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી એવા મુખ્‍ય આરોપીઓ જગદીશસિંહ જાડેજા તથા સાગર મોલીયા વતી રાજકોટના ખ્‍યાતનામ ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી તથા અમદાવાદના પ્રતિક જસાણી, વિરાટ પોપટ રોકાયેલ હતા.

(2:54 PM IST)