News of Monday, 29th July 2024
નારણભાઇ પટેલને સમાજરત્ન એવોર્ડઃ શંકરભાઇ પટેલનું મરણોતર સન્માન
સમસ્ત ૧૦ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા

સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા અડાલજ ગાંધીનગરમાં સમાજ રત્ન એવોર્ડ વિતરણ પ્રસંગે નરહરિ અમીન, જયેશ રાદડિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. ૨૯ : સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી નરહરિ અમીન (રાજયસભાના સાંસદ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન) તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા (પૂર્વ મંત્રી શ્રી,ᅠ ધારાસભ્ય) તેમજ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન સહકાર અગ્રણી શ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાᅠ
આ પ્રસંગે ૧૦ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ઉનાવા ગામના વતની એવા શ્રી નારણભાઈ બકોરભાઈ પટેલ કે જેઓ આ સમાજના સ્થાપક સભ્ય છે તેમજ શ્રી પૂખરાજ રાયચંદ જનરલ હોસ્પિટલના સ્થાપક ચેરમેન અને હાલ માં પ્રમુખ તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે તેમજ મસ્કતી કાપડ માર્કેટમાં કારોબારી સભ્ય તરીકે વેપારીઓના પ્રશ્નો માટે સક્રિય રજૂઆત કરી છે તેમને સમાજ દ્વારા સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ઉપરાંત ઉનાવા ગામના જ વતની એવા અક્ષર નિવાસી પ્રો. શંકરભાઈ ઈશ્વરભાઈᅠપટેલ કે જેઓ ગુજરાતᅠ યુનિવર્સિટીનાᅠ પૂર્વ સિન્ડિકેટ સભ્ય તેમજᅠ ખેડૂત પુત્ર, અર્થશાષાી અને રાજનીતિ શાસ્ત્ર ના સફળ અધ્યાપક તેમજᅠ ગાંધીવાદી વિચારસરણી ના પ્રણેતા હતા. ગુજરાતમાં અનામત આંદોલન વખતે રચાયેલᅠ અખિલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ પદે પણ તેઓએ સફળ કામગીરી કરી હતી.ᅠએસ.જી.વી.પી. છારોડી કેમ્પસનાં નિર્માણ અને વિકાસમાં તેમજ જનહિતના પ્રશ્નો માટેની ઝુંબેશમાં અમૂલ્ય યોગદાન તેમણે આપેલ. તેઓએᅠ મૃત્યુ બાદ ચક્ષુદાન નોᅠસંકલ્પ લીધેલᅠઅને ચક્ષુદાન પણ કર્યું હતું એવા અક્ષર નિવાસી પ્રો શંકરભાઈ ઇશ્વરભાઇ પટેલ ને સમાજ દ્વારા મરણોત્તર સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો.ᅠ
આ પ્રસંગે દસ ગામ લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ,સામાજિક આગેવાનો તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(2:56 PM IST)










