News of Monday, 29th July 2024
નિર્મલ લામકાનું અવસાન થતા પરિવારે કઠોર નિર્ણય લઇ ચક્ષુદાન કર્યુ
ભરવાડ સમાજમાં ચક્ષુદાનનું પ્રેરણાદાયી પગલું

રાજકોટઃ અહી બેડીપરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા નિર્મલ બટુકભાઇ લામકા (રાઠોડ) નું ૨૬ વર્ષની નાની વયે તા. ૨૬-૭- ના રોજ દુઃખદ અવસાન થતા તેના પિતા બટુકભાઇ લામકા તથા વડીલ રઘુભાઇ લામકા તથા પરિવારજનોએ નિર્મલ લામકાની આંખોનું દાન કરવાનો કઠોર નિર્ણય લઇ સિવિલ હોસ્પિટલના તબિબોને જાણ કરી ચક્ષુદાન કરવામાં આવ્યુ હતું.
ભરવાડ સમાજમાં ચક્ષુદાનનો આ પ્રથમ કિસ્સો હોય સમગ્ર સમાજે લામકા પરિવારના આ પ્રેરણાદાયી પગલાને આવકારી દરેક પરિવારે ચક્ષુદાન કરવું જોઇએ તેવી અપીલ કરી છે.
(3:49 PM IST)










