News of Monday, 29th July 2024
ગુજરાત બાજુ ગામડા વેચાઇ ગયા તેનાથી રાજકોટ કલેકટર એલર્ટઃ તમામ પ્રાંત-માલતદારોને થતા દસ્તાવેજો અંગે ચકાસણીના આદેશોઃ P.O. મીટીંગમાં મુદો

તાજેતરમાં ગુજરાત બાજુ અમૂક ગામો વેચાઇ ગયા અને બોગસ દસ્તાવેજો બન્યાની ઘટના બનતા સરકારે તમામ કલેકટર અને સંબંધીત અધિકારીઓને સાવચેતીની તાકિદ કરી છેઃ દરમિયાન રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે આપણા જીલ્લામાં આવી કોઇ ઘટના બની નથી અને આવી ઘટના ન બને તે સંદર્ભે તમામ મામલતદાર-પ્રાંત-સબ રજીસ્ટ્રાર કચેરીઓને થતા દસ્તાવેજો અંગે ખાસ ચકાસણી કરવા આદેશો કરાયા છેઃ તેમણે ઉમેર્યું હતું કે આગામી R.O. મીટીંગમાં આ મુદ્દો ખાસ લેવાશે.
(4:04 PM IST)










