News of Wednesday, 31st July 2024
વીજ તંત્રમાં બદલી-બઢતીનો દોરઃ ડે.ઇજનેર- કાર્યપાલક અને સુપ્રિ. ઇજનેરોના ઓર્ડરો નીકળ્યા

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ વીજ તંત્રમાં નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેરોની બઢતી બદલીમાં ઓર્ડર કરવામાં આવ્યા છે.
જે પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા તેમાં એન. એન. અમીન કાર્યપાલક ઇજનેર બોટાદને સુપ્રિન્ટેન્ડીંગ ઇજનેર તરીકે જામનગર સર્કલ ઓફીસમાં જયારે ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા જૂનાગઢના જે. કે. માલવીને એકઝીકયુટીવ ઇજનેર તરીકે જામનગર અને કે. જી. શીંગડીયાને પોરબંદરથી ગઢડા એકઝીકયુટીવ ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી.
રીકવેસ્ટ ટ્રાન્સફર મંજૂર કરી ભાવનગરની સર્કલ ઓફીસના સુપ્રિ. ઇજનેર યુ. જી. વસાવાને રાજકોટની કોર્પોરેટર ઓફીસમાં અને જામનગરનાં વાય. આર. જાડેજાને ભાવનગર મુકવામાં આવ્યા હતાં. એ જ રીતે કાર્યપાલક ઇજનેર તરીકે ભાવનગરનાં એસ. આઇ. પટેલ ભુજનાં જે. જે. ગોહીલ અને બોટાદનાં એચ. એમ. ભોજાણીની જસદણના એચ. યુ. ગોહીલની રીકવેસ્ટ ટ્રાન્સફર મંજૂર કરવામાં આવી હતી.
જયારે ભાવનગરના કાર્યપાલક ઇજનેર જે. એચ. ઠાકર અને એચ. આર. વડોદરાની બદલી કરી માંડવી અને મહુવામાં મુકવામાં આવ્યા છે.
(11:40 AM IST)










