News of Wednesday, 31st July 2024
જેએનવી સેના દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ખાતે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ સેમીનાર

રાજકોટ તા. ૩૧: જેએનવી સેના દ્વારા રાજકોટમાં સર્વિકલ કૅન્સર અંગે જાગળતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં થ્ફસ્ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ,૧૦ વર્ષથી ઉપરની વયની વિદ્યાર્થીનીઓ, તેમજ અન્ય લોકો કુલ મળીને ૨૫૦ જેટલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપમાં ડો. પ્રિતેશ રાઠોડ, જે જેએનવીના સિનિયર અલુમની છે, ડો. કેતન દેસાઈ, ડૉ. કળપાલી બેન, અને ડો. સંદીપ સિંઘ, જે જેએનવીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તે બધા જ સાથે જોડાયા અને સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર વિશે મહત્વની માહિતી પૂરી પાડી અને અને વેક્સિન લેવા અંગેનું માર્ગદર્શન આપ્યું .
વર્કશોપમાં સર્વિકલ કૅન્સરની પહેચાન, તેનું નિદાન, અને પ્રતિકારક ઉપાયો વિશે વિસ્તળત માહિતી આપવામાં આવી. સાથે જ, આ જીવલેણ બીમારીથી બચવા માટે જરૂરી ચકાસણીઓ અને રસીકરણની મહત્વતાની ચર્ચા કરવામાં આવી.
(2:39 PM IST)










