News of Wednesday, 31st July 2024
ગુજરાત ગેસના બીલ સ્વીકારવા માટે સર્જાયેલ અવઢવ દુર : ૨૦૦૦ કે તેથી ઉપરના બીલ પુર્વવત સ્વીકારાશે
માજી ધારાસભ્ય ગોવિંદભાઇની ભલામણ કામ કરી ગઇ : તાકીદની સુચના

રાજકોટ તા. ૩૧ : ગુજરાત ગેસ દ્વારા તા.૧-૮-૨૦૨૪ થી ર૦૦૦ રૂપિયા કે તેથી વધુનું ગેસ બીલ રોકડા અથવા ચેક સ્વરૂપે લેવાનું બંધ કરવા પરીપત્ર થતા ગેસ ગ્રાહકો અને બીલ કલેકશન કરવાવાળાઓ માટે મોટી સમસ્યા સર્જાઇ હતી. આ બાબતે પીજીવીસીએલ તથા ગુજરાત ગેસ લિ. બીલ કલેકશન એજન્સી એસોસીએશનના પ્રતિનિધિઓએ માજી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને રૂબરૂ મળી રજુઆત કરી હતી.
દરમિયાન ગોવિંદભાઇ પટેલે ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને ટેલીફોનિક ધ્યાન દોરતા ગુજરાત ગેસના અધિકારીઓને ફરીથી બધા બીલ કલેકશન સેન્ટરમાં રૂ.૨૦૦૦ કે તેથી વધુના બીલો રાબેતા મુજબ કેસ તથા ચેક સ્વરૂપે સ્વીકારવાની સુચના જાજારી કરવામાં આવી હતી.
આ માજી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જહેમત ઉઠાવતા બીલ કલેકશન એજન્સીઓનો પ્રશ્ન ઉકેલાઇ ગયો હતો. તેમ બીલ કલેકશન એજન્સી એસો.ના પ્રમુખ રમેશભાઇ વેકરીયા (મો.૯૭૨૩૫ ૩૩૦૨૧) ની યાદીમાં જણાવાયુ છે.
(2:53 PM IST)










