<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

જંગલેશ્વરના બે મિત્રો શાહજંહા અને સતાર પર નામચીન મુરગો અને રફિકનો હુમલો

સુતા હનુમાન મંદિર નજીક બનાવઃ સામુ જોવા મામલે ડખ્‍ખો કરી છરી-ધોકાથી તૂટી પડયા

રાજકોટ તા. ૩૧: જંગલેશ્વરમાં રહેતાં બે મિત્રો રાતે બાઇક પર બેસી સુતા હનુમાન મંદિર નજીકના રોડ પર આટો મારવા નીકળ્‍યા ત્‍યારે એક નામચીનની છાપ ધરાવતાં શખ્‍સ સહિતે ધોકા-પાઇપથી બંને પર હુમલો કરતાં સારવાર માટે ખસેડાયા હતાં. સામુ જોવા મામલે આ ડખ્‍ખો થયાનું જણાવાયું હતું.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વર શેરી નં. ૧માં રહેતાં રિક્ષાચાલક શાહજહાં સલિમભાઇ વિસળ (ઉ.વ.૩૮) અને તેના મિત્ર નિલકંઠ પાર્ક પાસે ગ્રીન પાર્કમાંરહેતાં છુટક મજૂરી કરતાં સતારભાઇ સિદ્દીકભાઇ દોઢીયા (ઉ.વ.૪૨) પર રાતે કોઠારીયા રોડ પચાસ ફુટ રોડ પર આવેલા સુતા હનુમાન મંદિર નજીકના રોડ પર હુમલો થતાં બંનેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

શાહજંહા વિસળે જણાવ્‍યું હતું કે હું અને મારો મિત્ર સતાર બાઇક લઇને આટો મારવા નીકળ્‍યા ત્‍યારે રફિક અને નામીચો સમીર ઉર્ફ મુરગો સુતા હનુમાન મંદિર નજીક બેઠા હોઇ બંનેએ અમને સામે શું જોવો છો? કહી ઝઘડો કરી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ધોકા-પાઇપથી હુમલો કરાયો હતો. સમીર ઉર્ફ મુરગો અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યાનું સતારભાઇએ જણાવ્‍યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(2:59 PM IST)