News of Friday, 2nd August 2024
સંતૂર સૂર નુપૂરઃ કાલે જાણીતા સંતૂરવાદક સ્નેહલ મુઝૂમદાર સંતૂરના સૂરો રેલાવશેઃ માણવા જેવો કાર્યક્રમ
નૃત્યગુરૂ પલ્લવી વ્યાસની શિષ્યાઓ કથ્થક નૃત્ય પ્રસ્તુત કરશે, તબલામાં રાજૂ સોલંકી સંગત આપશેઃ નિઃશુલ્ક કાર્યક્રમ હોય સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : સંતૂર...સૂર...નુપુર શિર્ષક અંતર્ગત સરગમ કલબ દ્વારા ભાષા રચના વિચાર મંચ, (ભારવિ) અને પરમ કથક કેન્દ્રના સહયોગમાં સંગીત - નૃત્યનો એક સંયુકત કાર્યક્રમ ‘સંતૂર સૂર નુપૂર' શિર્ષકથી તા. ૩-૮ શનીવારે સાંજે પ થી ૭ દરમ્યાન હેમુ ગઢવી હોલ (મીની ઓડીટોરીયમ) ખાતે આયોજીત થઇ રહ્યો છે.
જેમાં મુંબઇના સુખ્યાત સંતૂર વાદ શ્રી સ્નેહલ મુઝૂમદાર (જેઓ હાલ મહારાષ્ટ્ર રાજયની ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે) સંતૂરના સૂરો રેલવાશે. તબલાં પર શ્રી રાજૂ સોલંકી સંગત કરશે. સાથે શહેરનાં જાણીતા નૃત્યગુરૂ સુશ્રી પલ્લવી વ્યાસનાં નિર્દેશનમાં કેન્દ્રની શિષ્યાઓ કથક નૃત્યો પ્રસ્તુત કરશે.
કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન જામનગરનાં જાણીતા કવિ-સંશોધક લેફ. ડો. સતીશચંદ્ર વ્યાસનાં છે.
ભાગ્યે જ માણવા મળે એવા આ સંગીત અને નૃત્ય જેવી બે કલાઓના સમન્વય સમા ઉત્તમ કાર્યક્રમનો લાભ લેવા રાજકોટના સુગ્ન રસિકોને જાહેર આમંત્રણ અપાયું છે. પ્રવેશ નિઃશુલ્ક છે અને પાસની જરૂર નથી.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અને અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે સંજય ઉપાધ્યાય (મો. ૯૯રપર ૧૦ર૩૭), ડો. અશ્વિની જોષી (મો. ૯૦૯૯૯ ૩૯૬૩૦), પરાગ ત્રિવેદી (મો. ૯૪ર૮ર ૦૩૦૯પ) અને સેજલબેન પટેલ (સુરત) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:24 PM IST)










