તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 2nd August 2024
૯ મીથી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની ન્યાયયાત્રા
અગ્નિકાંડ, મોરબીનો ઝુલતો પુલકાંડમાં ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાનમાં : યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે : મોરબીથી યાત્રાનો પ્રારંભ થશેઃ કાંડોમાં નાનામાથા છટકી રહયા છેઃ જીજ્ઞેશ મેવાણી : પત્રકાર પરીષદમાં કોંગી આગેવાનોએ ભાજપની ઝાટકણી કાઢી

પત્રકાર પરીષદમાં કોંગી આગેવાનો જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઇ દેસાઇ, અતુલ રાજાણી, લલીતભાઇ વસોયા વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ર : રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં મોરબીથી નીકળનારી ન્યાયયાત્રાની સંપૂર્ણ વિગતો રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા વિગતો આપવામાં આવી હતી.
લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે પત્રકાર મિત્રો દ્વારા ગુજરાતમાં જનતાને લડાઈ માટે અને ભાજપના અન્યાય સામે સાથ અને સહકાર હંમેશા આપ્યો છે. ગુજરાતમાં મોરબીથી તારીખ ૯ થી શરૂ થતી ન્યાયયાત્રા ત્રણ પ્રકારના યાત્રિકો હશે એક ન્યાય યાત્રીઓ કે જેઓ હર હંમેશ આરંભથી અંત સુધી યાત્રાની સાથે જોડાયેલા રહેશે જે સતત ૧૫ દિવસ સુધી પદયાત્રામાં ગાંધીનગર સુધી રહેશે બીજા જિલ્લાના ન્યાયત્રીઓ જો પાંચ થી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના યાત્રિકો રહેશે ૯ ઓગસ્ટે શરૂ થતી યાત્રાએ મોરબીના ઝુલતા પુલે થી શરૂ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે ૧૫ મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદથી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમે અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.
પદયાત્રામાં ૧૦૦ પદયાત્રીઓ કાયમી હશે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે જેમાં આદિવાસીઓ વિસ્તારો માછીમારીના વિસ્તારોમાં થતા અન્યાય આ અંગે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે યાત્રા પ્રદેશ પ્રમુખ વિપક્ષી નેતા ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તવિક સાથે રહી ગુજરાતમાં જવાબદારીઓ સોંપી છે તે પ્રમાણે યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ચાલશે યાત્રામાં કયાંય પણ ઢોલ નગારા સ્વાગત કરવામાં આવશે નહીં ફક્ત સૂતરની આટીથી સ્વાગત કરાશે રાષ્ટ્રીય નેતાઓ અને ખુદ રાહુલ ગાંધી પણ આ યાત્રામાં યાત્રાના સમય ગાળા દરમિયાન જોડાવાની પૂરી શકયતા છે. મોરબીના પુલકાંડના પીડીતોને પાલભાઈ આંબલીયા મળી ચૂકયા છે અને હરણીકાંડમાં જીગ્નેશભાઈ તેઓ સાથે બેઠક કરી ચૂકયા છે પીડિત પરિવારો પણ આ યાત્રામાં પોતાને ન્યાય મળે એટલા માટે જોડાવાના છે. ગુજરાતમાં ભાજપ આવા થતા અગ્નિકાંડ કે અન્ય કાંડોમાં ચોક્કસ વ્યક્તિને મોહરું બનાવી ભાજપ પોતાના મળતીયાઓને બચાવી લેવાનો પ્રયાસ કરે છે.
જીગ્નેશભાઈ મેવાણી - ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર અને અપેક્ષા મુજબ કુલડીમાં ગોળ ભાંગ્યો છે એક પણ આઇપીએસ કે આઈએએસ કે જવાબદાર પદાધિકારીઓને ટીઆરપી ઝોન મુદ્દે પકડવામાં આવ્યા નથી ભાજપના નેતાઓને અને મગરમચ્છ અધિકારીઓ જે મોટા અધિકારીઓ છે તેને ક્લીન ચીટ આપી છે અગ્નિકાંડના મુદ્દે અને અન્ય મુદ્દાઓને લઈને ૯ ઓગસ્ટ થી શરૂ થતી આ ન્યાય યાત્રા વિધાનસભા સત્ર ચાલુ થશે તે સમયે ગાંધીનગરમાં પહોંચશે અને આ અંગે ગાંધીનગરમાં અવાજ ઉઠાવવામાં આવશે.
પત્રકાર પરિષદને સંબોધન કરતા પહેલા રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાંથી આવેલા કોંગ્રેસના આગેવાનોને યાત્રાના નિયમો અને યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને જવાબદારીઓ અને માર્ગદર્શન આપેલ હતું આતકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પણ કાર્યકરોને ન્યાયયાત્રા અંગે પોતાની જવાબદારી અંગે વિસ્તળત વિગતો આપી હતી શહેર અને જિલ્લામાંથી બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.પત્રકાર પરિષદમાં લાલજીભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલીયા, અતુલ રાજાણી, લલીતભાઈ વસોયા, વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય, જાવેદ પીરજાદા જેનીબેન ઠુમર, ગાયત્રીબા વાઘેલા, દીપ્તિબેન સોલંકી, ડી.પી મકવાણા સહિતના આગેવાનો હાજરી આપી હતી
પરિવર્તનની લહેર
મોરબી થી સવારે ૯:૦૦ વાગે શરૂ કરવામાં આવશે ટંકારા ગૌરીદડ સંભવત ૧૧ તારીખે રાજકોટમાં સાંજે પહોંચશે ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારમાં ફરશે ૧૩ તારીખે સુરેન્દ્રનગર પ્રયાણ કરશે યાત્રામાં ભાજપના પાપનો ઘડો રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચાર ની ફરિયાદો ખુદ પ્રજા આ ઘડામાં ઠલવશે ભાજપના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં સતા પરિવર્તન ની એક લહેર ઊભી થઈ છે.
(4:10 PM IST)










