News of Friday, 2nd August 2024
હિમાચલ, દિલ્હી તથા ઉતરાખંડમાં ભારે વરસાદમાં ફસાયેલા લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
પરિવારનોએ કલેકટર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ : હાલ કોઇ પરીવારોએ સંપર્ક કર્યો નથી

રાજકોટ, તા. ૨ : તાજેતરમાં હિમાચલ, દિલ્હી તથા ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદને કારણે ભુસ્ખલનની ઘટના બનવાથી જનજીવન ખોરવાઇ ગયું છે. જેમાં ચારધામ યાત્રાળુઓ પણ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.રાજકોટ (શહેર) તથા રાજકોટ જિલ્લાના કોઇ વ્યક્તિઓ ઉક્ત રાજ્યોમાં ફસાઇ ગયેલા હોય તો તેની જાણ રાજકોટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, રાજકોટના ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ અથવા ૧૦૭૭ પર સંપર્ક કરવા, કલેકટર કચેરીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન ડીઝાસ્ટર બ્રાંચના સુત્રોએ જણાવેલ કે આજ બપોરે ૨:૩૦ સુધીમાં રાજકોટ શહેર-જીલ્લાના કોઇ પરીવારોએ પોતાના સગાઓના ફસાઇ જવા અંગે તંત્રનો સંપર્ક કર્યો નથી.
(4:46 PM IST)










