News of Friday, 2nd August 2024
રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ : લક્કી ડ્રો થકી લાખેણા ઇનામો અપાશે
જૈન સોશ્યલ ગ્રુપ - સંગીની એલીટ દ્વારા મોહનભાઇ હોલ ખાતે કેમ્પનું આયોજન રકતદાતાઓને આકર્ષક ભેટ, અકસ્માત વીમા પોલીસી, પ્રમાણપત્ર અપાશે : લક્કી ડ્રો દ્વારા ૧૭ રકતદાતાઓને ટીવી, ફ્રીઝ, સોનાની ગીની સહિતના ઇનામો અપાશે : વધુને વધુ રકતદાતાઓને રકતદાન કરવા અનુરોધ

રાજકોટ તા. ૨ : જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની પ્રાયોજીત આગામી તા. ૪ રવિવારનાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોહનભાઈ હોલ એ.સી. હોલ, લોર્ડસ બેન્કવેટ હોટલ, ચૌધરી હાઈસ્કુલ સામે, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવાર હસ્તે શ્રીમતી વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્મરણાર્થે તેમજ ઈન્દુભાઈ વોરા સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા ૧૭ ભાગ્યશાળી રકતદાતાને ૩૯ ઇંચ ટીવી, ૩૨ ઇંચ ટીવી, પચાસ લીટરનું ફ્રીજ, ૨ સોનાની ગીની, ૯ ચાંદીની ગીની, તથા ૩ સ્માર્ટ વોચ આપવામાં આવશે.
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનના આશ્રય સેવા પખવાડીયા અંતર્ગત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની આયોજીત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન સંગીની ડાઉનટાઉન, સંગીની પ્રાઈમ, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનનો સહકાર સાંપડયો છે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ફેડરેશનના પ્રમુખશ્રી અમીષભાઈ દોશી, સેક્રેટરી જનરલશ્રી ચિરાગભાઈ ચોકસી, ઉપપ્રમુખશ્રી મનીષભાઈ દોશી, પી.આર.ઓ. શ્રી મનીષભાઈ શાહ, પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ કોઠારી શ્રી હરેશભાઈ વોરા, આઇ.ડી. શ્રી નીલેશભાઈ કામદાર, આશ્રય કમિટી ના ચેરમેન શ્રી ઉપેનભાઈ મોદી, સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેનશ્રી સેજલભાઇ કોઠારી, વાઇસ ચેરમેન શ્રી જયેશભાઈ વસા, મુકેશભાઈ પારેખ, નીલેશભાઈ કોઠારી, ઝોન કો. ઓર્ડીનેટર રાજેશભાઈ મોદી, સૌરાષ્ટ્ર રીઝીયન સંગીની કન્વીનર શ્રીમતિ સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીજીયન પી.આર.ઓ. શ્રીમતિ મીરાબેન દોશી, સેવા પખવાડીયા ઉદ્ઘાટન સમારોહ પ્રોજેકટ ચેરમેન શ્રી મેહુલભાઈ દામાણી, પ્રોજેકટ કો. ચેરમેન શ્રી નિલેશભાઈ ભાલાણી ઉપરાંત રાજકોટ ઝોન સૌરાષ્ટ્ર રીજીયન કમિટી ચેરમેનશ્રીઓ, રાજયસભાનાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી ડો.દર્શિતાબેન શાહ, શ્રીમતિ નયનાબેન પેઢડીયા-મેયરશ્રી રાજકોટ મહાનગર, શ્રી મુકેશભાઈ દોશી - પ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનઃ શ્રી જયમીનભાઈ ઠાકર, શ્રી જીતુભાઈ કોઠારી, ઈન્દુભાઈ વોરા, રાજુભાઈ બાટવીયા, જીતુભાઈ બેનાણી, શૈલેષભાઈ માંઉ, નીતેશભાઈ કામદાર, અતુલભાઈ ઉદાણી, અનીષભાઈ વાધર, સતીષભાઈ મહેતા- અબતક, કરણભાઈ શાહ - સાંજસમાચાર, અમીષભાઈ દેશાઈ- તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, મિતલભાઈ ખેતાણી, ડો.દિપકભાઈ મહેતા, મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફટ, એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.
સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક તથા સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખશ્રી શ્રી બકુલેશભાઈ મહેતા, સેક્રેટરી : અભય દોશી તથા બ્લડડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા પ્રોજેકટ ચેરમેનશ્રી જીતુ પંચમીયા, પ્રોજેક્ટ ચેરમેનઃ જીજ્ઞેશ બોરડીયા અને ધવલ સંઘવી, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, ધવલ શાહ, નિપેશ દેસાઈ, આકાશ શાહ, વિમલ બાટવીયા, તેજસ દોઢીવાળા, ડો.હિરેન પટેલ, હિરેન પારેખ, સોનલ દેશાઇ, શ્રુતી શાહ, સોનલ દોશી, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા સહીતનાં લોકો જહેમત ઉઠાવી રહયા છે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ મ્યુ.કોર્પો.ના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જૈમીન ઠાકર તથા સંસ્થાના હોદ્દેદારો જીતેન્દ્ર પંચામીયા, ચેતન પંચામીયા, જીજ્ઞેશ બોરડીયા અને ગૌરવ મિઠાણી નજરે પડે છે.
(4:32 PM IST)










