News of Friday, 2nd August 2024
ચાના થડા કોલસાની બદલે ગેસ આધારિત કરાવો
વોર્ડ નં. ૧૦ના લોકદરબારમાં લોકપ્રશ્નનો ધોધ : ફરિયાદોની સદી : સૌરાષ્ટ્ર યુનિ.નું બસ સ્ટેન્ડ રીનોવેશન કરવા, મુંજકા ચોકમાં સર્કલ બનાવવા, પાર્કિંગમાં ખાનગી શાળા દુર કરવા તથા ભગતસિંહ ગાર્ડન સામે ફુડ ઝોનમાં ગંદકીના ગંજ સહિતના ૧૦૬ પ્રશ્નો રજૂ

રાજકોટ તા. ૨ : મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો,ઙ્ગઆંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે.ઙ્ગઆ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો,ઙ્ગપ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝઙ્ગ'મેયરશ્રી તમારા દ્વારે' (લોક દરબાર)નુંઙ્ગતા.૨૨ જુલાઇ થી તા.૧૩ ઓગષ્ટ દરમ્યાન વોર્ડવાઈઝ સવારે ૯ થી ૧૧ કલાક સુધીઙ્ગઆયોજન કરેલ છે.ઙ્ગ
આઙ્ગ'લોક દરબાર'માં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.ઙ્ગજે અંતર્ગત આજે તા. ૨ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં.૧૦માંઙ્ગકવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ પાર્કિંગ,ઙ્ગએસ.એન.કે.સ્કુલ સામે,ઙ્ગઆકાશવાણી ચોક,ઙ્ગયુનિ.રોડ ઙ્ગખાતે 'લોક દરબાર' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગના ૧૦૦થી વધુ પ્રશ્નો વરસ્યા હતા.ઙ્ગ
ઙ્ગવોર્ડ નં.૧૦માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારિીજ્ઞિ;ંમાં વોર્ડ નં.૧૦ના નાગરિકો દ્વારા સૂચિત સોસાયટીની રજૂઆતો, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બસ સ્ટેન્ડ રીનોવેશન કરવા બાબત, કોટેચા ચોકથી યુનિ. સુધીના બસમાં ઓવર ટ્રાફિક થાય છે. ટાઉનશીપમાં પાણી વેરા બાબત રજુઆત, હાઇરાઈઝડ બિલ્ડિંગમાં ટીપરવાન લગત રજૂઆતો, આકારણી કરી વેરા બિલ ફાળવવા બાબત, યુનિ.ની અંદર મુંજકા ચોકમાં સર્કલ બનાવવા બાબતની રજુઆત, બગીચામાં સમારકામ કરવા બાબત, વોર્ડ નં.૧૦માં નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા બાબત, રહેણાંક વિસ્તારના ર્પાકિંગમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલ દૂર કરવા બાબત, વોર્ડ નં.૧૦માં આવેલ ચા ના થડામાં કોલસાની બદલે ગેસ આધારિત કરવા બાબત, યોગી પાર્કના કોમન પ્લોટમાં બાંધકામ કરી દબાણ કરેલ છે, ચમત્કારિક હનુમાનજી મંદિર પાસે સ્પીડ બ્રેકર બનાવવા માટે, ક્રિષ્ના પાર્ક પાસે ક્રિસ્ટલ મોલની પાછળના બગીચાને અપગ્રેડ કરવા બાબત, યુનિ. રોડ લાઈટનો પ્રશ્નો, સાફ સફાઈ, ચોમાસામાં પાણીનો પ્રશ્ન, બગીચામાં પાણી ભરાવાનો પ્રશ્નો, કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીનો કોમન પ્લોટ ખાલી કરવા બાબત, મહિલા હોકર્સ ઝોનમાં છાપરા નાખવા, મહિલા યુરિનલ કરવા બાબત, વૃંદાવન સોસાયટીમાં બોરનું પાણી અને ભૂગર્ભ ગટરનું પાણી મિશ્રણ થાય છે, વૃંદાવન સોસાયટીમાં રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ બાંધકામ થતું હોવાથી રસ્તા પર બાંધકામનો સમાન પડ્યો છે. રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ દૂર કરવા બાબત, વોર્ડ નં.૧૦માં આવેલ ખાનગી પ્લોટમાં ન્યુસન્સ થાય છે અને ગાર્બેજ ભેગો થાય છે, સૌરભ રેસિડેન્સીમાં પાણીના ફોર્સ માટેની રજુઆત, સૌરભ રેસિડેન્સીમાં સ્ટ્રીટ લાઈટ વધારવા બાબત, સદગુરુ કોલોનીમાં ઝાડ ટ્રીમિંગ કરવા બાબત, ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરાવી આપવા રજુઆત, સફાઈ કર્મચારીઓ વધુ ફાળવવા બાબત રજુઆત, વોર્ડ નં.૧૦માં ડ્રેનેજ લાઇન મોટી નાખવા બાબત, શિવ શકિત કોલોની આસપાસ ખાણી-પીણીની રેંકડીઓના દબાણ દૂર કરવા બાબત, પંચાયત ચોકથી આકાશવાણી ચોક સુધીના રોડ પર દબાણ દૂર કરવા બાબત, જ્યોતિનગરમાં ડ્રેનેજની લાઇન લીકેજ હોવાની રજુઆત, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ થાય છે, આસોપાલવ વીલાની બાજુના ખુલ્લા પ્લોટમાં નિયમિત સફાઈ કરવા બાબત, ક્રિસ્ટલ મોલની આસપાસ પે એન્ડ પાર્ક બનાવવા બાબત વિગેરે મુખ્ય બાબતોના પ્રશ્નોે અને રજુઆતો રજુ થયેલ.
આ 'લોક દરબાર' કાર્યક્રમના અધ્યક્ષ મેયરઙ્ગશ્રીમતીઙ્ગનયનાબેન પેઢડીયા, પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર અને ડો.રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા,ઙ્ગનાયબ કમિશનર ચેતન નંદાણી,ઙ્ગસહાયક કમિશનર સમીર ધડુક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જી. કુંતેશ મેતા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, ઈ.ચા. મેનેજર ફાલ્ગુની કલ્યાણી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ ઓફિસર આરતી નિમ્બાર્ક, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.૧૦ના પ્રભારી રઘુભાઈ ધોળકિયા,ઙ્ગપ્રમુખ રજનીભાઈ ગોલ,ઙ્ગમહામંત્રી મેહુલભાઈ નથવાણી,ઙ્ગરત્નદીપસિંહ જાડેજા તથા વોર્ડ નં.૧૦ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કયાં વિભાગમાં કેટલા પ્રશ્નો
શાખા - વિભાગનું નામ સંખ્યા
૧. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ૨૭
૨. રોશની ૬
૩. વેરા વસુલાત ૪
૪. બાંધકામ ૧૮
૫. ટી.પી. ૧૦
૬. આરોગ્ય ૧
૭. દબાણ હટાવ ૧૨
૮. ગાર્ડન ૩
૯. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ૪
(સિટી બસ)
૧૦. વોટર વર્કસ ૧૫
૧૧. ડ્રેનેજ ૬
૧૨. અન્ય વિભાગ ૧
(4:32 PM IST)










