<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રાજકોટમાં ધ્‍વનિ પ્રદૂષણ મુદ્દે મંગળા રોડ પરનું સ્‍ટાર ગ્‍લાસ યુનિટ સીલ

ચેતજો... ઇતિહાસમાં ઘોંઘાટનો પ્રથમ કેસ સંચાલકોને અવાર-નવાર નોટીસ આપવા છતાં પરિસ્‍થિતિ જૈસે થે રહેતા મનપાની સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨ : મ્‍યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા શહેરમાં સ્‍વચ્‍છતા જળવાય રહે તે માટે વિવિધ વિસ્‍તારમાં ચેકીંગ હાથ ધરી ગંદકી બદલ દુકાન ધારકોને નોટીસ અને સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્‍યારે જાહેરમાં અવાજ પ્રદૂષણ બદલ મંગળા રોડ પર આવેલ સ્‍ટાર ગ્‍લાસ યુનિટ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરમાં મનહર પ્‍લોટ ૯-અ, મંગલા મેઈન રોડ, રાજકોટ ખાતે આવેલ સ્‍ટાર ગ્‍લાસ યુનિટ દ્વારા નોઈસ પોલ્‍યુશન ફેલાવતા હોવાથી જાહેર આરોગ્‍યને નુકસાન કરે તે રીતે નોઈસ પોલ્‍યુશન કરવામાં આવતુ ᅠહોય,ᅠઆ બાબતે નોટીસ આપવામાં આવેલ, આ ઉપરાંત આ યુનીટના સંચાલકોને અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં નોઈસ પોલ્‍યુશન કરતા તા. ૧ના સ્‍થળ તપાસ કરતાં યુનિટ નોઈસ પોલ્‍યુશન કરતાં જણાયેલ જેથી તા. ૧ ના  સ્‍ટાર ગ્‍લાસ યુનિટ ના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્‍ટᅠ-ᅠ૧૯૪૯ની કલમᅠ-૩૭૬ᅠ‘એ'ᅠહેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે

(4:33 PM IST)