<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જામનગર રોડ સાંઢીયા પુલ પાસે દારૂ ભરેલી રિક્ષા સાથે આસિફ પકડાયો

રામનાથપરાના ફારૂક પાસેથી લાવી વેંચે એ પહેલા દબોચાયો પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચરની ટીમની કામગીરીઃ ૮૨ હજારનો દારૂ, ૨૫ હજારની રિક્ષા, ફોન સહિત ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, કોન્‍સ. હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૫: શહેરમાં દારૂના નાના મોટા બુટલેગરો ફરી સક્રિય થતાં પોલીસ પણ કડકી બની છે. શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી અને જુગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, કોન્‍સ. હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી જામનગર રોડ સાંઢીયા પુલ પાસે હુડકો કવાર્ટર શેરી નં. ૧માંથી આસીફ ઇકબાલભાઇ ગોરી (ઉ.વ.૩૧-રહે. જામનગર રોડ હુડકો ક્‍વાર્ટર નં. ૬)ને દારૂનો જથ્‍થો ભરેલી રિક્ષા સાથે પકડી લેવાયો હતો. રિક્ષામાંથી ઓલ સીઝન, રોયલ સ્‍ટેગ, રોયલ ચેલેન્‍જ, બેગ પાઇપર્સ અને મેકડોવેલ્‍સતેમજ રોયલ ક્‍લાસીક બ્રાન્‍ડનો ૮૨૯૦૦નો દારૂ કબ્‍જે કરાયો હતો

પોલીસે દારૂ તેમજ રિક્ષા નં. જીજે૦૩એઝેડ-૧૩૫૮, એક મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧,૧૨,૯૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ઝડપાયેલો શખ્‍સ આ દારૂ ક્‍યાંથી લઇ આવ્‍યો અને કોને આપવાનો હતો? તેની પુછતાછ કરવામાં આવતાં રામનાથપરાના ફારૂક નામના શખ્‍સ પાસેથી લાવ્‍યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આ.ર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, કોન્‍સ. મહેશભાઇ ચાવડા, હરપાલસ્‍ંિહ જાડેજા, હરદેવસિંહ રાણા, અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.

(11:54 AM IST)