<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

વોર્ડ નં. ૧રના લોક દરબારમાં પૂર્વ મેયર - પૂર્વ કોંગી કોર્પોરેટર વચ્‍ચે તડાફડી

ગેરકાયદે બાંધકામો, સફાઇ, પાણી પ્રશ્ને સમસ્‍યાનો રોકેટમારોઃ શાસકો અધવચ્‍ચેથી લોક દરબાર છોડી ગયાનો કોંગ્રેસનો આક્ષેપ : વોર્ડ નં. ૧ર માં પ્રશ્નોની તડાફડી વચ્‍ચે ભાજપ-કોંગ્રેસના પરસ્‍પર શબ્‍દોના બોંબ ધડાકા

રાજકોટ : મનપા દ્વારા આજે ૧ર દિવસે વોર્ડ નં. ૧ર માં યોજાયેલ લોક દરબારમાં પ્રશ્નોનો મારો વોર્ડવાસીઓ દ્વારા ચલાવવામાં આવ્‍યો હતો. લોક દરબારમાં એક મહિલા નાગરિક દ્વારા પોતાના વિસ્‍તારમાં રોડનું મેટલીંગ કામ થતુ ન હોવાની ફરીયાદ કરતા પૂર્વ મેયર પ્રદીપ ડવે હાલ પાઇપ લાઇનનું કામ ચાલુ છે અને ત્‍યારબાદ રોડનું કામ કરાશેનું જણાવ્‍યું હતું. છતાં મહિલા ઉગ્ર બનતા પૂર્વ મેયર સાથે શાબ્‍દીક ચકમક ઝરી હતી. દરમિયાન લોક દરબારમાં હાજર કોંગ્રેસ આગેવાનો સંજય અજુડીયા, કનકસિંહ જાડેજા, દ્વારા પણ આ મુદે પૂર્વ મેયર સાથે બોલચાલી કરી હતી. મામલો ઉગ્ર બને તે પહેલા પદાધિકારીઓ દ્વારા વિજીલન્‍સ પોલીસને બોલાવી મામલો થાળે પાડયો હતો. (તસ્‍વીર : અશોક બગથરીયા) (પ-ર૧)

રાજકોટ,તા.૫:  મહાનગરપાલિકા દ્વારા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને વોર્ડવાઈઝ ‘મેયરશ્રી તમારા દ્વારે' (લોક દરબાર) આજે સવારે વોર્ડ નં. ૧૨માં યોજાતા સફાઇ, બાંધકામ સહિતના ૪૬ કામો રજુ થયા હતા. આ લોક દરબારમાં મહિલાના એક પ્રશ્‍ને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સંજય અજુડીયા અને પૂર્વ મેયર પ્રદીપ ડવ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થતા અન્‍ય કોંગી અગ્રણીઓ પણ ડાયસ સુધી ઘસી ગયા હતા. તા.૧૩ ઓગસ્‍ટ સવારે ૯ થી ૧૧ કલાક સુધી આયોજન કરેલ છે.

કાલે વોર્ડ નં. ૧૩માં લોક દરબાર

આવતીકાલ તા.૬ ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્‍યાન વોર્ડ નં.૧૩માં શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કૂલ, શાળા નં.૬૯ કેમ્‍પસ, અંબાજી કડવા પ્‍લોટ, આનંદ બંગલા ચોક પાસે, ‘મેયરશ્રી તમારા દ્વારે' (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.

આ ઙ્કલોક દરબારઙ્ઘ કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર અને એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્‍મિતાબેન દેલવાડિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર જે.ડી.ડાંગર, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, સીટી એન્‍જીનીયર કુંતેશ મહેતા, એંક્રોચમેન્‍ટ ઓફિસર પરબત બારીયા, આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વિજયસિંહ તુવર, વોર્ડ નં.૧૨ના વોર્ડ એન્‍જીનિયર અમિત ડાભી, રોશની શાખાના ડેપ્‍યુટી એન્‍જી. રાજેશ જલુ, એ.ટી.પી. શૈલેષ સીતાપરા, વોર્ડ નં.૧૨ના વોર્ડ ઓફિસર નીરજ રાજયગુરુ, અન્‍ય કર્મચારીઓ, વોર્ડ નં.૧૨ના પ્રભારી જયદીપભાઈ કાચા, પ્રમુખ યોગેન્‍દ્રસિંહ જાડેજા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, જયેશભાઈ પંડ્‍યા, વોર્ડ નં.૧૨નાં પૂર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, અગ્રણી મૌલિકભાઈ દેલવાડીયા, ચેતનભાઈ લાઠીયા તથા વોર્ડ નં.૧૨ના નાગરીકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

  આ ‘લોક દરબાર' કાર્યક્રમમાં વોર્ડ નં.૧૨ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૪૬ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.‘લોક દરબાર'માં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ ૪૬ પ્રશ્‍નો રજુ થયા હતા. (૨૨.૩૨)

કયાં કયાં પ્રશ્‍નો રજુ થયા?

શાખા/          સંખ્‍યા

વિભાગનું નામ  

સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ        ૬

રોશની           ૪

ટી.પી.           ૩

બાંધકામ         ૧૩

આર.આર.એલ.  ૨

(સિટી બસ)     

આરોગ્‍ય/મેલેરીયા     ૨

દબાણ હટાવ     ૩

ગાર્ડન           ૨

ડ્રેનેજ            ૭

વોટર વર્કસ      ૪

કુલ    ૪૬

(3:27 PM IST)