News of Monday, 5th August 2024
સિવિલમાં દર્દીઓ ઉભરાયા : હોસ્પિટલમાં તીવ્ર ગંદકી
તાવ-શરદી-ઉધરસના અધધ કેસો : હોસ્પિટલ જ મચ્છર ઉત્પન્ન કેન્દ્ર જેવી બની ગઇ

રાજકોટ : ઝરમર વરસાદના માહોલમાં રાજકોટમાં રોગચાળાએ તાંડવ મચાવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં તાવ-શરદી-ઉધરસના દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઘણા અશકત દર્દીઓ જમીન પર આરામ કરવા મજબૂર બની રહ્યા છે. દર્દીઓના પ્રચંડ પ્રવાહના કારણે અવ્યવસ્થા પણ સર્જાઇ રહી છે. તબીબી વર્તુળો કહે છે કે, સૂર્ય પ્રકાશના અભાવના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં વિક્રમજનક ભીડ જામે છે. દર્દીઓ કહે છે કે, આ હોસ્પિટલમાં રોગચાળા વખતે વિશેષ વ્યવસ્થા કરવી જરૂરી છે. દર્દીઓ ખુબ પરેશાન થઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર થાય એ સામાન્ય બાબત છે, પણ હોસ્પિટલનો માહોલ એટલો ખરાબ છે કે, તંદુરસ્ત માણસ ત્યાં જાય તો બિમાર થઇ જાય. દર્દીઓ ફરિયાદ કરવા કહે છે કે, હોસ્પિટલોમાં અમુક સ્થાનોમાં તીવ્ર ગંદકી ફેલાયેલ છે આ સ્થાનોમાં માખી-મચ્છર ઉત્પાદન કેન્દ્ર જેવા બની ગયા છે. હોસ્પિટલ આસપાસ પણ ગંદો માહોલ હોય છે. જો કે, સફાઇની જવાબદારી કોર્પોરેશનની હોય છે. હોીસ્પટલની આસપાસ સફાઇ અને ફોગિંગ જરૂરી છે, આ ઉપરાંત તંત્રએ હોસ્પિટલને પણ મચ્છર-જીવાતોના ઉત્પાદન કેન્દ્ર જેવી બનતા અટકાવવી જોઇએ. હાલ હોસ્પિટલમાાંે લોકોની ભીડ જામી છે. લોકોએ મજબૂરીના કારણે સરકારી સેવા લેવી પડે છે. એ સેવાને ઉત્તમ બનાવવા પ્રયાસ કરવો જોઇએ.(૯.૩૭)
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(3:27 PM IST)










