<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજકોટ એરપોર્ટ ઉપરથી આંતરરાષ્‍ટ્રીય ફલાઇટ શરૂ કરો : દિલ્‍હી - મુંબઇ વધારાની સેવા શરૂ કરો

ચેમ્‍બરના પ્રમુખ વી.પી.વૈષ્‍ણવે કેન્‍દ્રિય ઉડયનમંત્રી - સાંસદોને કરી રજુઆત

રાજકોટ, તા.૫: રાજકોટ હિરાસર એરપોર્ટને ઈન્‍ટરનેશનલ એરપોર્ટની માન્‍યતા મળેલ હોય તેમજ આ એરપોર્ટ ઉપર ઘણી બધી સુવિધાઓ મળી રહી છે. ત્‍યારે રાજકોટ સૌરાષ્‍ટ્રનું પાટનગર હોવાથી ટ્રાફિક પણ પુષ્‍કળ પ્રમાણમાં વધી રહયો છે અને વેપાર-ઉદ્યોગો પણ ધમધમી રહયા છે. ત્‍યારે રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈન્‍ટરનેશનેશલ ફ્‌લાઈટો શરૂ કરવા કસ્‍ટમ્‍સ અને ઈમિગ્રેશનની સુવિધા તાત્‍કાલીક શરૂ કરવા તેમજ રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોટ પરથી રાજકોટ-દુબઈ, રાજકોટ-સીંગાપુ૨-મલેશીયા જેવી ઈન્‍ટરનેશનલ ફલાઈટો શરૂ કરવી. જેથી કરીને રાજકોટ વેપાર-ઉદ્યોગ જગત અને ટુરીઝમનું હબ હોવાથી ઘણો બધો ફાયદો થશે.

સાથો સાથ આવનારા દિવસોમાં રાજકોટ-દિલ્‍હી માટેની એક ફ્‌લાઈટ શરૂ થનાર છે તે સારી બાબત છે. પરંતુ રાજકોટ-સૌરાષ્‍ટ્રના વેપાર-ઉદ્યોગકારો, આમ જનતા રાજકોટ-દિલ્‍હી અને રાજકોટ-મુંબઈ અવાર-નવાર પોતાના ધંધાથે તેમજ આરોગ્‍યલક્ષી સારવાર મેળવવા માટે મુસાફરી કરતા હોય છે અને દિનપ્રતિદિન મુસાફરોની સંખ્‍યા પણ વધતી જાય છે. જેથી ખુબ જ મુશ્‍કેલી પડી રહી છે. તેથી રાજકોટ-દિલ્‍હી અને રાજકોટ-મુંબઈ માટે સવારની વધારાની રોજીંદી ફ્‌લાઈટ તાત્‍કાલી શરૂ કરવા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ દ્વારા કેન્‍દ્રોય ઉડયનમંત્રીશ્રી કિન્નજારપ્‍પુ રામમોહન નાઈડુજી. રાજયકક્ષાના મંત્રીશ્રી મુરલીધર મોહોલજી, સંસદ સભ્‍યશ્રી પરષોતમભાઈ રૂપાલાજી, ગુજરાત રાજયના ઉડયનમંત્રીશ્રી બળવંતસિહ રાજપુતજી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. જેથી વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને વધારાની સુવિધા મળી રહેશે અને કોઈપણ મુશ્‍કેલી ભોગવવી નહી પડે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:31 PM IST)