<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

સ્‍ટે.ચેરમેનના ધ્‍યાને લોકદરબારમાં જતા સમયે ગેરકાયદે બાંધકામ આવ્‍યું: તુરંત રોકાવા સુચના

વોર્ડ નં. ૧૨ના વિવિધ વિસ્‍તારમાં સફાઇ, ગંદકી, ગેરકાયદેસર બાંધકામ તથા વરસાદી પાણીની સમસ્‍યાનો ધોધ વહ્યો

વોર્ડ નં.૧૨માં યોજાયેલ ‘મેયર તમારા દ્વારે...' ‘લોક દરબાર'માં વાવડી વિસ્‍તારમાં માઠા પ્રસંગે નાહવા માટેના બાથરૂમ બનાવવા, વાવડી વિસ્‍તારમાં નવા સ્‍મશાન માટે જગ્‍યા ફાળવવા, વોર્ડ નં.૧૨ નાગરિકો દ્વારા ગાર્બેજ કલેક્‍શન બાબત, વાવડીમાં નવું બસ સ્‍ટેન્‍ડ બનાવવા બાબત, કાંગશીયાળી મેઈન રોડ બનાવવા માટે, સંસ્‍કાર સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્‍યવસ્‍થા કરવા બાબત, રોડ ખુલ્લો કરવા બાબત, વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝમાં રોડ બનાવવા બાબત, રસુલપરામાં પેવિંગ બ્‍લોક નાખવા બાબત, શ્રીનાથજી શેરી નં.૧૪માં ભૂગર્ભ ગટર ઓવરફલો બાબત, વરસાદી પાણી ભરાવા બાબત, ગાયત્રી પાર્ક શેરી નં.૫માં ગટર ઓવરફલો બાબત, ગોકુલધામ અને દ્વારિકાધીશ વિસ્‍તારમાં ટ્રાફિક બાબત, દ્વારિકાધીશ વિસ્‍તારમાં રોડ રસ્‍તા બનાવવા અને લારીઓનું દબાણ દૂર કરવા બાબત, મવડી ચોકડીએ વરસાદી પાણીનો નિકાલ કરવા બાબત, આસ્‍થા સોસાયટી પાછળ રોડ પહોળો કરવા બાબત, વોર્ડ નં.૧૨માં નવી વોર્ડ ઓફીસ બનાવવા બાબત, વાવડી વિસ્‍તારમાં ૮૦ ફૂટ રોડ બનાવવા બાબત, વાવડી વિસ્‍તારમાં આવેલ નદીમાં નિયમિત સફાઈ કરવા બાબત, નંદનવન સોસાયટીમાં આવેલ સ્‍ટ્રીટલાઈટ શરૂ કરવા બાબત, ઝાડનું ટ્રીમિંગ કરવા બાબત, કોમન પ્‍લોટમાં બાળકોના રમત-ગમતની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત, વાવડી વિસ્‍તારમાં ઇન્‍ડસ્‍ટ્રીઝનું પાણી રેસિડેન્‍ટ વિસ્‍તારમાં આવે છે વગેરે મુખ્‍ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ. આ લોક દરબારની શરૂઆતમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન દ્વારા કાર્યક્રમ સ્‍થળની બાજુમાં ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લગત અધિકારીને સૂચના આપી હતી. જે અન્‍વયે મનપાના અધિકારીઓ તથા ટીપી શાખાની ટીમ ત્‍યાં પહોંચી બાંધકામ અટકાવી આગળની કાર્યવાહી કરી હતી.  (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:32 PM IST)