<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનાં ભાવમાં ફેરફાર

એક મણના લીંબુના ૬૦૦ થી ૧ હજાર, બટેટાના ૩૦૦ થી ૬૩૧, લીલા મરચાના ૬૦૦ થી ૯૦૦ રૂપિયા

રાજકોટ,તા. ૫: દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા પ્રમાણમાં ફેરફારો જોવા મળતા હોય છે. આ સિઝન દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. જેના કારણે થઇને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ જતું હોય છે, તેમજ સ્વાદિષ્ટ લાગતા શાકભાજી પણ ભાવ સાંભળીને કડવા લાગે છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

આજે યાર્ડના લીંબુના ભાવ ૬૦૦થી૧૦૦૦, બટેટા ૩૦૦થી ૬૩૧, ડુંગળી સુકી ૨૧૫થી ૫૯૫, ટામેટા ૫૦૦થી ૭૦૦, રીંગણા ૩૨૦થી ૫૧૦, કોબીજ, ૨૫૦થી ૪૦૦, ફલાવર ૫૫૦થી ૮૦૦, ચોળાસીંગ ૫૦૦થી ૯૦૦, સરગવો ૯૦૦થી ૧૨૦૦, તુરીયા ૪૦૦થી ૭૦૦, પરવર ૧૦૦૦થી ૧૩૦૦, ગાજર ૩૦૦થી ૪૦૦ અને મરચા લીલા ૬૦૦ થી ૯૦૦ જોવા મળે છે

(3:59 PM IST)