News of Monday, 5th August 2024
જિલ્લા પંચાયત કચેરીનું સ્થળાંતર શરૂઃ ૧પમી પછી જુની કોર્ટ બિલ્ડીંગમાં કચેરી કાર્યરત
ખેતી અને પશુપાલન શાખાએ પ્રસ્થાન કર્યુ, તબક્કાવાર અન્ય શાખાઓ ખસેડાશે

રાજકોટ તા. પ :.. જિલ્લા પંચાયતની રેસકોર્ષ ચોક ખાતેની વર્તમાન કચેરીની જગ્યાએ નવી કચેરી બનાવવા માટે સરકારે રૂા. ૩પ કરોડ મંજૂર કરી દીધા છે. કોન્ટ્રાકટર રાખનાર એજન્સીને વર્ક ઓર્ડર અપાઇ ગયો છે. હાલની કચેરીને કામચલાઉ ધોરણે જિલ્લા પંચાયત કચેરી ખાતે ખસેડવામાં આવશે. તેના સ્થળાંતરની કામગીરી શરૂ થઇ ચૂકી છે. સ્થળાંતરની કામગીરી ૧પ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઇ જશે.
પાંચ માળની નવી જિલ્લા પંચાયત કચેરી બનાવવા માટે ૧ાા થી ર વર્ષનો સમય લાગશે. હાલની કચેરીને સંપૂર્ણ તોડીને ત્યાં નવી કચેરી બનાવાશે. નવી કચેરીના ખાતમૂર્હૂત માટે મુખ્યમંત્રી પાસે સમય માંગવામાં આવશે. આ બાબતે મુખ્યમંત્રીને મળવા જવા માટે પદાધિકારીઓએ સમય માંગ્યો છે.
પંચાયત કચેરીની પશુપાલન અને કૃષિ શાખાનું નવી જગ્યાએ સ્થળાંતર થઇ ગયુ છે. હવે સિંચાઇ શાખા ત્યાં ખસેડાશે. તબકકાવાર તમામ શાખાઓ ૧પ ઓગષ્ટ સુધીમાં વૈકલ્પિક જગ્યાએ ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. ૧પ ઓગષ્ટ પછી તુરત જુની કોર્ટ બિલ્ડીંગમાં જિલ્લા પંચાયત કચેરી કાર્યરત થશે.
(4:06 PM IST)










