<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

લાંબા સમય બાદ વીજતંત્ર દ્વારા રાજકોટમાં ચેકીંગનો દોર : ૩૯ ટીમોના દરોડા : અનેક વિસ્‍તારો કવર

રાજકોટ, તા. પ :   ઘણા લાંબા સમય પછી રાજકોટ વીજતંત્રે વીજચોરી ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો છે, આજે ત્રણ સબ ડિવીઝન ખોખડદળ, વાવડી, મવડી રોડ ક્ષેત્રમાં ૩૯ ટીમો સવારથી ત્રાટકી છે, રાજકોટ સીટી સર્કલના જે.બી. ઉપાધ્‍યાય  તથા રાજકોટ-૩ ના એકઝી. ઇજનેર એમ. આર. માંકડીયા સુપરવીજન કરી  રહ્યા છે.

દરોડામાં આવરી લેવાયેલ વિસ્‍તારોમાં રણુજા મંદિર વિસ્‍તાર, રૂષી પ્રસાદ સોસાયટી,  રણુજાનગર, વચ્‍છરાજનગર, નવભારત સોસાયટી, ઉદ્યોગનગર, શીવપાર્ક, સ્‍ટોન ક્રમ એરયા, વૃંદાવન સોસાયટી, કર્મચારી સોસાયટી, ગુજરાત હાઉસીંગ, તીરૂપતિ પાર્ક, આંબેકડરનગર, પ-૭-૧ર, રામનગર વિગેરેનો સમાવેશ થાય છે.

(4:09 PM IST)