<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જીબીઆના પ્રમુખ ગોરધનભાઇ ઝડફિયાના હસ્તે સાંજે જીબીઆ જલ મંદિરનું લોકાર્પણ

 

રાજકોટ, તા. પ : રાજયના માજી ગૃહમંત્રી અને હાલ જીબીઆ ના પ્રમુખ શ્રી ગોરધનભાઇ ઝઘડીયા સાંજે રાજકોટ આવી રહ્યા છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે, હાલ ર૦૦ કરતા વધારે ડેમો પુરા કરેલ છે. ૧૧,૧૧૧ ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે સાથે સાથે ૧૧,૧૧૧ રિચાર્જ બોર પણ કરવાના છે, એના ભાગ સ્વરૂપે રાજકોટ શહેરની આજુબાજુમાં ૧૧ ડેમ પુરા કરેલ છે. તેમાંના એક ડેમના લોકાર્પણ માટે ગોરધનભાઇ ઝડફિયા (પ્રમુખશ્રી જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન) ના હસ્તે જીબીયા જલ મંદિરનું લોકાર્પણનો પ્રોગ્રામ રાખેલ છે. ત્યાર પછી પેરેડાઇઝ હોલમાં એક નાનો કાર્યક્રમ યોજાશે.

(4:28 PM IST)