<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ઉર્જા SC.ST. એમ્પ્લોયઝ એસો. દ્વારા બદલી-પ્રમોશનના પ્રશ્ને રજુઆત

રાજકોટ : ગુજરાત ઉર્જા એસ.સી.એસ.ટી. એમ્પ્લોઇઝ એસોસીએશનનું ડેલીગેશન પ્રમુખ ગીરીશભાઇ પરમારના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, કેબીનેટમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સમક્ષ એસ.એસ. એસ.ટી. વર્ગના બદલી અને પ્રમોશનના પ્રશ્નો તેમજ ઓટીએમટી વહેલી તકે રીલીઝ કરવા સહીતની બાબતે રજુઆત કરાઇ હતી. જેના પ્રતિભાવમાં ત્વરીત અસરથી ઉર્જામંત્રીના કાર્યાલયને ઓર્ડર કરાયા હતા. બાદમાં ઉર્જા વિભાગ અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અધિક મુખ્ય સચિવ સુનયના તોમર મેડમની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. એસો.ના હોદેદારો અનિલભાઇ પરમાર, સેક્રેટરી જનરલ, ઉપપ્રમુખો જે. એમ. પરમાર, મહેન્દ્રભાઇ ચાવડા, જનરલ સેક્રેટરી જે. એમ. સોસાભાઇ, મધુસુદનભાઇ પરમાર, ચિરાગભાઇ પાલેકર, કાર્યાલય મંત્રી રાજેશ ચાવડા, એન. જી. પટેલ, ગોહિલભાઇ, કિશોરભાઇ બોરીચા, રાવલીયાભાઇ, કમલેશભાઇ જાદવ વગેરે રજુઆતમાં સાથે જોડાયા હતા.

(4:35 PM IST)