<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજકોટ લોકમેળામાં એલ.ઈ.ડી. સ્ક્રીન પર જાહેરાતના પ્રસારણ માટે ટેન્ડર

રસ ધરાવતી પાર્ટીઓએ ૧૩મી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશેઃ ૧૪મીએ ટેન્ડર ખુલશે

રાજકોટ, તા. ૫: જન્માષ્ટમી નિમિત્ત્।ે યોજાવા જઈ રહેલા લોકમેળામાં એલ.ઈ.ડી. સ્કીન પર જાહેરાતના પ્રસારણ માટે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યા છે. રાજકોટ શહેર-૧ નાયબ કલેકટર તથા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશદ્વાર ઉપર ચાર, મેળાની અંદર લાઈટ અને સાઉન્ડ ટાવર-૩૫ તેમજ વોચ ટાવર-૧૪ ઉપર એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા જાહેરાતનું પ્રસારણ કરવા માગતી વ્યકિતઓ, પેઢીઓ, કંપનીઓ, જાહેરાત એજન્સી પાસેથી ટેન્ડર મગાવવામાં આવે છે.

રસ ધરાવતી પાર્ટીઓ પાંચમી ઓગસ્ટથી ૧૩મી ઓગસ્ટ સુધી કચેરીના સમય દરમિયાન નિયત ટેન્ડર ફીની રકમ રૂ.૨૦૦૦- ભરીને મેળવી શકશે. ટેન્ડર બીડની તમામ વિગતો પ્રાંત કચેરી પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧ ખાતેથી મળી રહેશે. ભાવો સીલબંધ કવરમાં ૧૩મી ઓગસ્ટના રોજ સાંજે ૧૮ કલાક સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સીલબંધ કવર પર 'લોકમેળામાં જાહેરાતનું ટેન્ડર'એમ લખવાનું રહેશે. તા.૧૪મી ઓગસ્ટે બપોરે ૧૨ કલાકે આ કચેરી ખાતે ભાવો ખોલવામાં આવશે.

(4:37 PM IST)